Sihor
આજે ઈદ અખાત્રીજ અને પરશુરામ જયંતિ: ત્રણ તહેવાર એક જ દિવસે, સિહોર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી
Pvar
શાંતિપૂર્ણ તથા કોમી એખલાસભર્યા વાતાવરણમાં તહેવારો ઉજવાય તે બાબતે ચર્ચાઓ થઈ, પીઆઇ ભરવાડએ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી
આજે અખાત્રીજ અને પરશુરામ જયંતિ સાથે રમઝાન ઈદ પણ છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને દરેક ઈદગાહ ઉપર વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. આ સાથે જ પરશુરામ જયંતીનો તહેવાર હોય તે અંતર્ગત શોભાયાત્રા નીકળનાર હોવાથી તેમાં પણ મહત્તમ સ્ટાફ ગોઠવાઈ જશે. ઈદ અને પરશુરામ જયંતીનો તહેવાર શાંતિપૂર્વક માહોલમાં ઉજવાય તે માટે બંદોબસ્ત જાળવશેે. આજે તા. 22ના રોજ અખાત્રીજ, રમજાન ઈદ અને પરશુરામ જયંતીના તહેવાર છે.
એક જ દિવસે ત્રણ તહેવાર આવતા હોઈ પોલીસ પણ એલર્ટ બની છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિહોર પીઆઇ ભરવાડે પોલીસ મથક ખાતે કાલે સમી સાંજે શાંતી સમિતિની બેઠક યોજી હતી. અને શાંતિપૂર્ણ તથા કોમી એખલાસભર્યા વાતાવરણમાં તહેવારો ઉજવાય તે બાબતે ચર્ચા કરી હતી. એક જ દિવસે આવી રહેલ ત્રણ તહેવારોના દિવસે શહેરમાં શાંતી જળવાય રહે તે માટે પોલીસ સક્રીય બની છે. સિહોર પોલીસ મથક ખાતે પીઆઇ ભરવાડની હાજરીમાં શાંતી સમીતીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હિન્દૂ અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પીઆઇ ભરવાડએ વિવિધ સમાજના આગેવાનો સાથે શાંતીપુર્ણ વાતાવરણમાં અને કોમી એખલાસથી ત્રણેય તહેવાર ઉજવાય તે બાબતે ચર્ચા કરી હતી.