Sihor

સિહોર – આ જવાનોના નામે એકવાર તો સેલ્યુટ બને, વાર તહેવાર ગમે તે હોય ડ્યુટી એટલે ડ્યુટી, તહેવારોમાં પણ નથી ભૂલતા પોતાની ફરજ

Published

on

દેવરાજ
સિહોર ; દિવાળી, નવરાત્રી, ઇદ, હોળી, ધુળેટી કે કોઈ પણ તહેવારોની રજાઓમાં સૌ કોઈ પોતાના પરિવાર સાથે મળીને તહેવાર ઉજવાતા હોય છે. ત્યારે ટ્રાફીકનું કામ કરતા ડીઆરબી અને હોમગાર્ડ કર્મચારીઓ ખડે પગે રહી પોતાની ફરજ નિભાવે છે. પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આ ટ્રાફિક જવાન હંમેશા ઓન ડ્યૂટી રહે છે. શહેરના મુખ્યબજાર, આંબેડકર ચોક, સિનેમા વિસ્તારની આ વાત છે,

Sihore - Salute once in the name of these soldiers, no matter what the festival is, duty is duty, even in festivals they do not forget their duty.

જ્યાં ટ્રાફિકમાં ફરજ પર હોમગાર્ડ કર્મીઓ ધુળેટીનો તહેવાર હોવા છતાંય પોતાની ફરજ ચૂક્યા નથી. સરકારના કોઈ પણ વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એસી ચેમ્બર બેસી રહેતા હોય છે અથવા ઘણાંખરાં અધિકારીઓ તો તહેવારો મનાવવા માટે વિદેશ પણ જતા રહેતા હોય છે. ત્યારે ટ્રાફિકનું કામ કરતા હોમગાર્ડ જવાનોને વાર-તહેવારે પણ દયનિય હોય છે.

Sihore - Salute once in the name of these soldiers, no matter what the festival is, duty is duty, even in festivals they do not forget their duty.

તમામ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાના પરિવારથી દૂર રહીને વાર-તહેવારમાં પણ પોતાની ફરજ અદા કરે છે તહેવાર વચ્ચે હંમેશા ઓન ડ્યૂટી રહેતા દબંગ કર્મીઓનું બિરુદ આપણા આ ટ્રાફિક હોમગાર્ડ કર્મીઓને આપવામાં આવે તે જરૂરી છે. કારણ કે તેઓ જ કોઈપણ પરિસ્થિતિમાં ખડે પગે ઉભા જોવા મળે છે.

Trending

Exit mobile version