Sihor

રથયાત્રા દરમિયાન અફવા ફેલાવનારા કે ઉશ્કેરણી કરનારાને છોડાશે નહિં ; પીઆઇ ભરવાડ

Published

on

રથયાત્રા પૂર્વે સોશ્યલ મીડિયા પર સિહોર પોલીસની ‘બાઝનજર’: ગૂગલ પર કયો શબ્દ કેટલી વાર સર્ચ થયો તેના પર વૉચ, પોલીસની ટેકનીકલ ટિમ કામે લગાડી દેવાઇ : સોશ્યલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર રથયાત્રાને લઈને શું ચાલી રહ્યું છે તેના ઉપર પોલીસની ખાસ નજર ; મોડી સાંજે પીઆઇ ભરવાડનો લોક સંદેશો

સિહોર શહેરમાં રથયાત્રા નિર્વિધ્ને પાર પડે તે માટે શહેર પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી છે.પીઆઇએ સોશ્યલ મીડિયા પર ઉશ્કેરણી કરનારા તત્વો પર નજર રાખી પગલાં લેવાશે તેવી ચીમકી આપી છે. શહેરમાં પરંપરા મુજબ આવતીકાલે તા.૨૦મીએ અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શાંતિ અને કોમી એખલાસનો માહોલ સર્જાય તે માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે. કરોડો લોકોની જેનામાં આસ્થા રહેલી છે તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આ તહેવાર પર કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ આકાર ન લઈ જાય તે માટે સિહોરનું પોલીસ તંત્ર સજ્જ બની ગયું છે. ખાસ કરીને રથયાત્રાની સુરક્ષાની જવાબદારી પોલીસ વિભાગના શિરે હોય છે ત્યારે આ વર્ષે સિહોર પોલીસ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ લાભ લઈને યાત્રાને સુરક્ષા પૂરી પાડવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

Rumors or instigators will not be spared during the Rath Yatra; PI Shepherd

ખાસ કરીને અત્યારે સોશ્યલ મીડિયા ઉપર ખાસ વૉચ રાખવામાં આવી રહી છે અને તેમાં પણ મુખ્યત્વે ગૂગલ પ્લેટફોર્મ ઉપર રથયાત્રાને લઈને કયો શબ્દ કેટલી વખત સર્ચ કરવામાં આવ્યો છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર ખાસ નઝર રાખવામાં આવી રહી છે બીજી બાજુ પોલીસે એક વિશેષ પ્લાનિંગ તૈયાર કર્યું છે. આ તમામ કામગીરી પોલીસ વિભાગનું એક ડિપારમેન્ટ કરી રહ્યું છે આ અંગે મોડી સાંજે પીઆઇ ભરવાડે એક સંદેશો પાઠવ્યો છે જેમાં તેઓ જણાવ્યું કે ટેક્નીકલ ટીમ ઘણા સમયથી જ રથયાત્રાના બંદોબસ્ત અને સર્વેલન્સમાં કામે લાગી ગઈ છે. લોકો સોશ્યલ મીડિયા પર કેવા પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે, તેના ખાસ નજર રહેલી છે. તંત્ર પૂરેપૂરી કાળજી લઈ રહ્યું છે પણ આપણે સૌએ સાથે મળીને પર્વને શાંતિ અને ભાઈચારામય વાતાવરણમાં ઉજવવાનું છે, અફવાઓથી દૂર રહેવું અને સોશિયલ મીડિયા દ્વારા પણ કોઈ ઉશ્કેરાટ ફેલાવવો નહીં તેમણે કહ્યું હતું કે,સોશ્યલ મીડિયા પર પોલીસની ખાસ વોચ રહેશે અને અફવા ફેલાવનારા કે ઉશ્કેરણી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યા હતું.

Trending

Exit mobile version