Sihor

સિહોર ; રાજપરા ખોડીયાર માતાજી મંદિરે ખોડીયાર ઉત્સવ યોજાયો, બહોળી સંખ્યામાં ભક્તોએ કાર્યક્રમને માણ્યો

Published

on

પવાર
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા ખોડીયાર મંદીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખોડીયાર મંદિર ખાતે રાજ્યકક્ષાનાં મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ દીપ પ્રાગટય કર્યું હતું.

Sihor; Khodiyar Utsav held at Rajpara Khodiyar Mataji temple, large number of devotees enjoyed the program

આ કાર્યક્રમમાં જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ કલા અર્પણ ડાન્સ એકેડમી દ્વારા માતાજીની દેવીસ્તુતિ, જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાચીન ગરબો, સંસ્કાર ગ્રૂપ દ્વારા મિશ્ર રાસ, બજરંગ કલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હુડો, સપ્તધ્વની કલવૃંદ દ્વારા ઝૂમખો, કુશલ દીક્ષિત ગ્રૂપ દ્વારા ખડાવળ નૃત્ય, જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તલવાર રાસ, રાણા સીડા ગ્રૂપ દ્વારા મણિયારો રાસ, કલાપથ સંસ્થા દ્વારા મોરબની થનગાટ કરે જેવી કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓ પૂર્ણ થયા પછી લોક ડાયરો પણ યોજાયો હતો, જેમાં પ્રસિધ્ધ લોકડાયરા કલાકાર અનુભા ગઢવી અને કિશોરદાન ગઢવી પોતાની કલા રજૂ કરી હતી.

Sihor; Khodiyar Utsav held at Rajpara Khodiyar Mataji temple, large number of devotees enjoyed the program

આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ રાજ્યકક્ષાનાં મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યઓ સર્વે સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ અને શહેર ભા.જ.પ. પ્રમુખ અભયસિંહ ચૌહાણ, ભાવનગર મેયર કીર્તિબાળા દાણીધારીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન જસાણી, જિલ્લા કલેકટર ડી.કે. પારેખ તથા અન્ય પદાધિકારીઓ અને વહીવટીતંત્રનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version