Sihor

સિહોર નજીક ખોડીયાર માતાજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભક્તો ઉમટી પડ્યા, વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિકજામ સર્જાયો

Published

on

કુવાડિયા

માનવ મહેરામણ ઉમટયું

રાજવી પરિવાર દ્વારા સ્થાપિત ખોડીયાર માતાજી મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ગામ ખાતે આવેલું છે, જેમાં આજરોજ મહાસુદ આઠમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેને લઇ મંદિર ખાતે દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, શ્રદ્ધાળુઓને વાહન પાર્ક કરવા લાંબી લાઈનો લાગી હતી. મહા સુદ આઠમ એટલે ખોડીયાર માતાજી પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેને લઇ આજરોજ ભાવનગર જિલ્લાના રાજપરા ગામ ખાતે આવેલ રાજવી પરિવાર દ્વારા સ્થાપિત ખોડીયાર મંદિર ખાતે ખોડીયાર માતાજીની જન્મજયંતી ની ભાવભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવિક ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી,

Devotees thronged near Sihore on the occasion of Pragtyotsav of Khodiyar Mataji, long queues of vehicles led to traffic jams.

મંદિર ખાતે દર્શન કરવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી જેને લઇ વાહન પાર્ક કરવા એકાદ કિલોમીટરની લાંબી લાઈન લાગી હતી જેને લઇ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ખોડીયાર મંદિર ખાતે સવારે 5:00 કલાકે મંગળા આરતી તથા માતાજીના મંદિરે વર્ષમાં એક જ વખત બપોરે 12 કલાકે થતી વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંજે 6:45 કલાકે માતાજીના મંદિરની પરંપરાગત રીતે આરતી કરવામાં આવી હતી, સમગ્ર રાજ્યોમાંથી ભાવિક ભક્તો માતા ખોડીયારના દર્શન કરી પોતાની જાતને ધન્ય ગણે છે, મંદિરના પરિસરમાં તાતણીઓ ધરો પણ આવેલો છે

Trending

Exit mobile version