Sihor

સિહોરના વડલાવાળી ખોડીયાર સંકુલ ખાતે સ્વ.હીરાબાને ચિત્રાંકન સાથે ભાવાંજલિ અપાઈ

Published

on

પવાર

  • પેઈન્ટર સુભાષ અને શિક્ષક મુકેશભાઈ રાવળ દ્વારા સ્વ હીરાબા નું ચિત્રાંકન કરવામાં આવ્યું, લોકોએ મોટી સંખ્યામાં ફૂલોથી ભાવાંજલિ અર્પણ કરી

સિહોર નગરપાલિકા નગરસેવક પેઈન્ટર સુભાષ રાઠોડ દ્વારા સ્વ.હીરાબાનું ચિત્રાકન કરવામાં આવ્યું હતું આ ભાવાંજલિ કાર્યક્રમ નગરપાલિકામાં પ્રમુખ શ્રી વિક્રમભાઈ નકુમ, શંકરમલ કોકરા સહિતનાઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પેઈન્ટર સુભાષ રાઠોડ સાથે ચિરોડીના કલરથી ચિત્રાંકન કરવા માટે મુકેશભાઈ રાવળ, શિવમ્ રાવળ, નરહરીભાઈ રામાનુજ, દેવેન્દ્રભાઈ દવે, અને વડલાવાલી ખોડીયાર ના પૂજારી સહિતના જોડાયા હતા વડલાવાળી ખોડીયારના સંકુલ ખાતે સવારથી સ્વ.હીરાબાને ચિત્રાંકન કરેલ તે સ્થળે નગરજનો દ્વારા મોટી સંખ્યામાં ફૂલો થી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

late-heeraba-was-honored-with-a-portrait-at-the-vadlawali-khodiyar-complex-in-sihore

શિક્ષક મુકેશ રાવળે જણાવ્યું હતું કે પુજય હીરાબા વાત્સલ્ય સાદગી પરિશ્રમ અને ઉચ્ચ જીવન મૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. એક વિરલ વ્યકિતત્વ જેમણે ભારત વર્ષને એક અમુલ્ય ભેટ સ્વરૃપ નરેન્દ્રભાઇને પોતાની કુખે જન્મ આપ્યો. તેમ જણાવીને પરમાત્મા પુજય હીરાબાના આત્માને શાંતિ અર્પે એવી  શ્રધ્ધાજલિ પાઠવી હતી વધુમાં કહ્યું કે હીરાબાની સાદગી તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યે દેશ પ્રત્યેની ભાવના, હીરાબા પ્રત્યે ગુજરાતના નાગરિકોને પ્રેમ અને સદભાવ હતો એ આજે દેખાય છે. ઇશ્વર પુજય હીરાબાના દિવ્ય આત્માને શાશ્વત શાંતી અર્પે એવી અંતર મનથી પ્રાર્થના કરૂ છું

Trending

Exit mobile version