Sihor
સિહોર ; અમુલ આઈસ્ક્રીમના કોલ્ડ સ્ટોરેજમાં ભીષણ આગ ; અંદાજે 3 કરોડ રૂ.નો આઈસ્ક્રીમ અને કોલ્ડ સ્ટોરેજ ખાક
દેવરાજ
સિહોર ભાવનગર વચાળે નવાગામ જીઆઇડીસીમાં આવેલા અમુલ આઈસ્ક્રીમના કોલ્ડ સ્ટોરેજમાં વિકરાળ આગ ભભૂકી ; આગમાં આખું યુનિટ બળીને ખાક : અંદાજીત બે કરોડ રૂ.નો આઈસ્ક્રીમ અને યુનિટ મળી 3 કરોડ રૂ.ની મત્તા ખાક : સિહોર અને ભાવનગર ફાયર ફાયટરોએ 8 ગાડી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો : શેડને ક્રેઇન દ્વારા તોડી આગ પર 4 કલાકની મહેનત બાદ કાબુ મેળવ્યો : પ્રાથમિક અનુમાન મુજબ ઇલે.શોટ સર્કિટના કારણે આગ લાગી હશે.
સિહોર ભાવનગર વચાળે આવેલા નવાગામ ખાતેની જીએસીડીસીમાં આવેલી શ્રીનાથજી કોમ્યુનિકેશન નામના અમુલ આઈસ્ક્રીમના કોલ્ડ સ્ટોરેજમાં કોઈ કારણોસર વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી.આ કોલ્ડ સ્ટોરેજ પતરાના શેડમાં અને સંપૂર્ણ પેક હોય જેમાં લાગેલી વિકરાળ આગે કોલ્ડ સ્ટોરેજમાં રહેલા રૂ.2 કરોડની કિંમતના આઈસ્ક્રીમના જથ્થા અને અંદાજીત 1 કરોડના સ્ટોરેજના સમાનને ખાક કરી નાખ્યો હતો.આ આગના પગલે સિહોર અને ભાવનગરના ફાયર ફાયટરો ત્યાં દોડી ગયા હતા અને 8 ગાડી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.જ્યારે આગ કાબુમાં આવે તે પહેલાં આઈસ્ક્રીમ અને કોલ્ડ સ્ટોરેજ મળી અંદાજીત 3 કરોડ રૂ.ની મત્તા બળીને ખાક થઈ ગઈ હતી. નવાગામ જીઆઇડીસીમાં આવેલા એક અમુલ આઈસ્ક્રીમના કોલ્ડ સ્ટોરેજમાં આજે બપોરે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ રૂપ ધારણ કરી લેતા તાકીદે ફાયર ને જાણ કરવામાં આવી હતી.જ્યારે આગના પગલે લોકોના ટોળા ત્યાં ઉમટી પડયા હતા. ગણતરીની મિનિટોમાં સિહોર અને ભાવનગરના ફાયર ફાયટરો ત્યાં દોડી ગયા હતા .આ આગ જ્યાં લાગી હતી તે અમુલ કોલ્ડ સ્ટોરેજ એક પતરા ના શેડમાં હોય અને સંપૂર્ણ પેક હોય પ્રાથમિક તબક્કે અંદર ભભૂકી રહેલી આગને કાબુમાં લેવા ભારે મુશ્કેલી પડી હતી.જેથી એક હેવી ક્રેઇનને બોલાવી શેડ તોડવામાં આવ્યો હતો અને 8 ગાડી પાણીનો છંટકાવ કરી ભારે મહેનત બાદ 4 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.


આ આગ લાગવાનું ચોક્કસ કોઈ કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ કોઈ ઇલે.શોટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.આ અંગે કોલ્ડ સ્ટોરેજ માલિક ને પૂછતાં તેમને કહ્યું કે સ્ટોરેજમાં 2 કરોડ રૂ.જેટલી કિંમતનો આઈસ્ક્રીમ રહેલો હતો જે બળી ને ખાક થઈ ગયો છે ઉપરાંત તમામ કોલ્ડ સ્ટોરેજ મશીનરી અને આખો શેડ એટલે કે આખું યુનિટ જ બળી ને ખાક થઈ જતા હાલ 3 કરોડ રૂ.થી વધુની મત્તા આ આગમાં ખાક થઈ ગઈ છે.જ્યારે આગની ઘટનાના પગલે પીજીવીસીએલ ની ટીમ પણ ત્યાં દોડી ગઈ હતી અને વીજ પ્રવાહ બંધ કરી મદદ માં જોડાયા હતા.