Palitana

પાલીતાણાના કદમગીરીના ડુંગર વિસ્તારમાં વિકરાળ આગ ; જિલ્લાભરના ફાયરો દોડી ગયા

Published

on

દેવરાજ

  • ગઈકાલે રાત્રીના સમયે લાગી હતી આગ ; સિહોર, સહિત મહુવા, તળાજા, અલંગ, ગારીયાધાર અને ભાવનગર ફાયરવિભાગની ટીમોએ માંડ માંડ કાબુ મેળવ્યો

પાલીતાણા તાલુકાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં મોડીરાત્રે અચાનક વિકરાળ આગ લાગી હતી આ આગ પાલીતાણા ફાયર ઘટનાસ્થળે દોડી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાને કારણે સિહોર સહિત મહુવા, તળાજા, અલંગ, ભાવનગર અને ગારીયાધાર ફાયર ફાઈટર પણ સાથે જોડાઈ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો. પાલીતાણાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં મોડી રાત્રિના 12:30 કલાકે આસપાસ પાલીતાણા ફાયર વિભાગમાં કોલ આવતા કદમગીરી ગામ પાસે આવેલ કમળા મંદિર વાળા ડુંગર પર આગ લાગેલ પાલીતાણા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો

a-ferocious-fire-in-the-hills-area-of-palitanas-measure-firers-from-all-over-the-district-ran-away

પરંતુ આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે તાત્કાલિક કરીને સિહોર, મહુવા, તળાજા તથા ગારીયાધાર, અલંગ તથા ભાવનગર તમામ ફાયર સ્ટાફ પણ સાથે રાખી ભારે જહમત બાદ સવારે 8:30 કલાકે આગને સંપૂર્ણપણે કાબુમાં આવી હતી, આમ, 8થી 9 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પાલીતાણા ફાયર ના મયંકભાઈ ઉપાધ્યાય અને જયદીપસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે પાલીતાણા કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં એકાએક આગ લાગી હતી જ્યાં ઘટનાસ્થળે તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ દોડી જઇ પાણીનો મારો ચલાવ્યો હતી પણ આગ એટલી વિકરાળ હોવાને કારણે ભાવનગર જિલ્લાઓની પણ ફાયરવિભાગની ટીમોને તાત્કાલિક જોડાઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગનું કારણ જાણવા મળેલ નથી, આ ઘટના ના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Trending

Exit mobile version