Sihor

સિહોર ; ટાણા ગામે બે વર્ષના બાળકને બે શખસોએ કેફી પદાર્થ પીવડાવી દીધી

Published

on

પવાર

સિહોરના ટાણા ગામે રહેતા ઝડફિયા પરિવારનો બે વર્ષનો પુત્ર ફળિયામાં રમતો હતો તે દરમિયાન બે શખ્સોએ આવીને બાળકને કોઈ કેફી પદાર્થ પીવડાવી દીધો હતો દરમિયાનમાં બાળકની સ્થિતિ ગંભીર જણાતા પિતા પ્રથમ સિહોરના ટાણા ગામના પી એચ સી સેન્ટર ખાતે સારવાર માટે લઇ આવ્યા હતા જ્યાં બાળકની સ્થિતિ ગંભીર થતાં ભાવનગર ની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં બે વર્ષના બાળકની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે જ્યારે બાળકના પિતાએ બે અજાણ્યા શખ્સો કેફી પીણું પીવડાવી ગયા હોવાનો આક્ષેપ હોસ્પિટલ પોલીસ ચોકી નાં અઘિકારી સમક્ષ કર્યો હતી હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા સક્ષમ અઘિકારી ને નિવેદનો લેવા માટે જાણ કરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના ટાણા ગામે રહેતા જગદીશભાઈ ઝડફિયા નો પુત્ર દક્ષ જગદીશભાઈ ઝડફિયા ઉંમર વર્ષ ૨ ઘર પાસે રમી રહ્યો હતો

sihor-a-two-year-old-child-was-made-to-drink-coffee-by-two-persons-in-tana-village

ત્યારે  અજાણ્યા બે શખસોએ આવીને દક્ષને કોઈ દવા પીવડાવી હતી દરમિયાનમાં દક્ષ ઘરે પહોચ્યો ત્યારે બે વર્ષના બાળકની સ્થિતિ બગડી હતી ત્યારે પરિવારને ખ્યાલ આવ્યો અને પિતાને જાણ કરતા પિતા જગદીશભાઈ ઝડફિયા સિહોર નાં ટાણા ગામે આવેલા પી એચ સી સેન્ટર ખાતે સારવાર માટે લઇ આવ્યા હતા. જ્યાં દક્ષ જગદીશભાઈ ઝડફિયાની સ્થિતિ વઘુ બગડતા ભાવનગર ની સર ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ હાલ આ બાળકની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે.હોસ્પિટલ પોલીસ ચોકીના પોલીસ અઘિકારી સમક્ષ બાળકના પિતા જગદીશભાઈ ઝડફિયાએ બે અજાણ્યા શખ્સો કેફી પદાર્થ પીવડાવી ગયા હોવાનો આક્ષેપ કર્યો કર્યો હતો હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા સક્ષમ અઘિકારી ને નિવેદનો લેવા માટે જાણ કરી હતી

Trending

Exit mobile version