Sihor

સિહોરના વડીયા ગામના બે યુવકોનો નવાગામ નજીક અકસ્માત ; 1 નું મોત 1 ઇજાગ્રસ્ત

Published

on

દેવરાજ

  • વડીયાના બે યુવકો મોટરસાયકલ લઈ જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો, બાઇક સાથે કાર ધડાકાભેર અથડાઈ, નિલેશ ઘટના સ્થળે અવસાન પામ્યો, ધર્મેશને ઇજા પોહચી

સિહોરના વડીયા ગામે રહેતા બે યુવાન મિત્રો પોતાનું મોટરસાયકલ લઈને ભાવનગર હીરા ઘસવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન નવાગામ શામપરા વચ્ચે સામેથી આવી રહેલા કાર સાથે ધડાકાભેર અથડાતા એક યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ સિહોરના વડીયા ગામે રહેતા નિલેશભાઈ જીવરાજભાઈ હળવદિયા ઉંમર વર્ષો ૨૦ અને મિત્ર ધર્મેશભાઈ હિંમતભાઈ ઉંમર વર્ષ ૧૯ પોતાનું મોટરસાયકલ લઈને વડીયા ગામેથી ભાવનગર હીરાની કામગીરી કરવા માટે સવારના સમયે જવા નીકળ્યા હતા.

accident-of-two-youths-of-vadiya-village-of-sihore-near-navagam-1-killed-1-injured

દરમ્યાનમાં નવાગામ શામપરા વચ્ચે પહોંચતા ની સાથે જ સામેથી આવી રહેલ કાર સાથે ધડાકા ભૈર અથડાતા નિલેશભાઈ જીવરાજભાઈ હળવદિયા અને ધર્મેશભાઈ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ થઈ હતી નિલેશભાઈ જીવરાજભાઈ હળવદિયા ને ગંભીર ઇજા થતાં નિલેશભાઈ નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે ધર્મેશભાઈ ને ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ પણ ગંભીર ગણાવાઈ રહી છે આ બનાવની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવને લઈ અરેરાટી વ્યાપી જવા પામી છે..

Exit mobile version