Sihor

સિહોરના ટાણા ગામેં હિટ એન્ડ રન, અજાણ્યા વાહનને બે વ્યક્તિને ફંગોળી દિધા

Published

on

પવાર

સિહોરના ટાણા ગામે બસસ્ટેન્ડ નજીક પુરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બે વ્યક્તિને દૂર ફંગોળી દીધા હતા. આ અકસ્માતમાં એક મહિલા એક પુરુષને ઇજા થઇ હતી જેઓને સારવાર માટે સિહોર ખસેડવામાં આવ્યા હતા આ મામલે સિહોર પોલીસે અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

two-persons-were-run-over-by-an-unknown-vehicle-in-a-hit-and-run-at-tana-village-in-sihore

ટાણા ગામના રહેવાસી બકુલભાઈ નગીનદાસ લંગાલિયા જાતે સોની, આશરે ઉ.વ ૫૫ રહે ટાણા આજે બપોરના સુમારે કોઈ અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જી નાસી છૂટયો હતો સૂત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ કોઈ એક્ટિવા ચાલક એક મહિલા ને પણ અડફેટે લીધા ની ચર્ચા થવા પામી હતી જે અંગે બકુલભાઈ સોનીને ૧૦૮ દ્વારા સિહોર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા તબીબ દ્વારા તપાસ કરતા વધુ ઈજાઓ ને લઈ ભાવનગર રીફર કરવામાં આવેલ બનાવને લઈ સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી સમગ્ર મામલે તપાસ આદરી છે

Exit mobile version