Sihor
સિહોર આવી રહેલા વૃદ્ધને ચા પીવડાવી ગઠિયો સોનાનો ચેન વીંટી ઉઠાવી ફરાર
પવાર
- મૂળ શિરડી ના વતની અને સુરત થી ખાનગી ટ્રાવેલ્સમાં સવાર થયેલા વૃદ્ધ સિહોર ખાતે લગ્ન પ્રસંગે આવતા હતા ત્યારે બની ઘટના
શીરડીનાં કોકળ ગાંવ ખાતે રહેતા વૃદ્ધ સુરત થી ખાનગી ટ્રાવેલ્સ બેસી સિહોર ભત્રીજાના લગ્ન પ્રસંગે આવી રહ્યા હતા ત્યારે વૃદ્ધની સાથે ખાનગી ટ્રાવેલ્સનાં ડબ્બલના સોફામાં બેસેલા અજાણ્યા શખ્સે વચ્ચે આવેલા હાલતમાં વૃદ્ધને ચા પીવડાવી હતી.દરમિયાનમાં વૃદ્ધે પહેરેલી સોનાની બે વીંટી સોનાનો ચઈન અને રોકડા રૂપિયા ગઠિયો સેરવિને વૃદ્ધને બેભાન બનાવી અઘવચ્ચે ઉતરી ગયો હતો દરમિયાનમાં ટ્રાવેલ્સનાં ડ્રાઇવર દ્વારા ભાવનગરના સિહોર ખાતે રહેતા ભાણીયાને જાણ કરવામાં આવતા વૃદ્ધને બેભાન હાલતમાં ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગત મુજબ શિરડીનાં કોકળ ગાંવ ખાતે રહેતા ચત્રભુજ ગિરધરભાઈ સરવૈયા ઉંમર વર્ષ 85 સિહોર ખાતે ભત્રીજાના લગ્ન હોય લગ્ન પ્રસંગે સિહોર ખાતે આવવા માટે સુરત ખાતેથી બિંદીયા ટ્રાવેલ્સ માં સવાર થયા હતા ચત્રભુજભાઈ ને ડબલ ના સોફામાં જગ્યા મળી હતી આ ડબલ ના સોફામાં અન્ય એક શખ્સ પણ વૃદ્ધની સાથે સવાર થયો હતો.
દરમિયાનમાં વૃદ્ધની સાથે સવાર થયેલ અજાણ્યા શખ્સે ચત્રભુજ ભાઈ સાથે મિત્રતા કેળવી લીધી હતી વાતચીતમાં વૃદ્ધને ભોળવી વોલ્ટ આવતા આ અજાણ્યા શખ્સે ચત્રભુજભાઈ ને હોલ્ટ આવતા આ અજાણ્યા શખ્સે ચા પીવડાવી હતી ચા પી વૃદ્ધ ફરી બસમાં સવાર થયા હતા દરમિયાનમાં આ અજાણ્યા શખ્સે ચા માં બેભાન થવાય તેવું ભેળવી પીવડાવી દેતા વૃદ્ધ બે શુદ્ધ બની ગયા હતા દરમિયાનમાં આ ગઠિયો વૃદ્ધે પહેરેલ સોનાનો ચેન અને હાથમાં પહેરેલ સોનાની બે વીટી શેરવી લીધી હતી તેમજ ખિસ્સામાં રખાયેલ રોકડા રૂપિયા પણ કાઢી લીધા હતા આ ગઠિયો અધવચ્ચે ઉતરી ગયો હતો દરમિયાનમાં સિહોર આવતા ડ્રાઇવર ક્લીનર દ્વારા વૃદ્ધને જગાડવાની કોશિશ કરતા વૃદ્ધ બે શુદ્ધ હોય વૃદ્ધના ભાણીયા સતિષભાઈને ફોન દ્વારા જાણ કરવામાં આવતા સતિષભાઈ મામાને લઈ સર્ટી હોસ્પિટલે દાખલ કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના અધિકારી દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી