Bhavnagar

પરસોત્તમ સોલંકી પોતાના કાફલા સાથે રેવતસિંહ ગોહિલની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા

Published

on

કુવાડિયા

  • મને રાજકારણ નથી આવડતું એ સાર્થક કરતા પરસોત્તમ સોલંકી.

ભાવનગરના એક એવા નેતા કે જે તમામના દિલ માં વસેલા છે અને તે પોતાના ભાષણ માં ચોક્કસ કહે છે કે મને રાજકારણ નથી આવડતું.ચૂંટણીની જંગમાં એક ઉમેદવાર તેના વિરોધી ઉમેદવાર ને પાડી દેવા ના તમામ પ્રયાસો કરતા હોય પણ ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપ ના ઉમેદવાર અને કોળી સમાજના હ્યદય સમ્રાટ નું બિરુદ પામેલા પરસોત્તમ સોલંકી એ આજે જે કર્યું તે ભાગ્યે જ કોઈ નેતા કરી શકે.ભાવનગર ગ્રામ્ય બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ ને ગત રાત્રીના હાર્ટ એટેક આવતા તેને ભાવનગરની એક ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે

parasottam-solanki-along-with-his-entourage-reached-the-hospital-to-inquire-about-the-health-of-revat-singh-gohil

અને જેને સ્ટૅન્ટ મુકવામાં આવ્યું છે.ત્યારે પરસોત્તમ સોલંકી આજે તેના કાફલા સાથે તેના હરીફ ઉમેદવારની ખબર પૂછવા પહોંચ્યા હતા. ચૂંટણી પરિણામ માં જીત તો જેની થાય તેની પણ આજે આ ભાજપ ના નેતા એ વિરોધીઓ ના પણ દિલ જીતી લીધા છે અને જો હકીકત માં આવા નેતા હોય તો કદાચ ચૂંટણી બાદ પણ જે તે વિસ્તારમાં રાજકીય દુશ્મની નો ખેલ હોય તે કાયમી ખતમ થઈ જાય.

Exit mobile version