Bhavnagar
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ : ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના પરષોત્તમ સોલંકીની જીત
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના પરિણામ સામે આવી રહ્યા છે અને ભાજપની ભવ્ય જીત થઇ રહેલી દેખાય છે. ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના સિનિયર નેતા પરષોત્તમ સોલંકીની ભવ્ય જીત થઇ છે, જયારે કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલની કારમી હાર થઇ છે. પરષોત્તમ સોલંકીને 63,500થી વધુ મત મળ્યા છે, જયારે રેવતસિંહ ગોહિલને માત્ર 17,100 જેટલા મત મળ્યા છે.
ભાવનગર ગ્રામ્ય બેઠક એટલે પરસોત્તમ સોલંકી અને પરસોત્તમ સોલંકી એટલે ભાવનગર ગ્રામ્ય બેઠક. બંને એકબીજાનો પર્યાય બની ગયા છે. કેમ કે આ બેઠક છેલ્લી 5 ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે. 25 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબજો છે. જોકે આ વખતે ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કર્યો છે. જનતા કેટલા આશીર્વાદ આપશે તે તો આવનારો સમય જ બતાવશે. 2017માં ભાજપના પરસોત્તમ સોલંકીને 89 હજાર 555 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાંતિ ચૌહાણને 58 હજાર 562 મત મળ્યા હતા. 25 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબજો છે. જોકે આ વખતે ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કર્યો છે. જનતા કેટલા આશીર્વાદ આપશે તે તો આવનારો સમય જ બતાવશે.
ભાજપના ગઢ સમાન ભાવનગર ગ્રામ્ય બેઠક પર આ વખતે કૉંગ્રેસે રેવતસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. અહીં તેમનો સીધો મુકાબલો ભાજપના દિગ્ગજ નેતા પરસોતમ સોલંકી સામે છે. ત્યારે આજે રેવતસિંહ ગોહિલને હાર્ટએટેક આવ્યાના ખબર મળતા પરસોતમ સોલંકી પણ રેવતસિંહના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પર પહોંચ્યા હતા.
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પરસોત્તમ સોલંકીને ટીકીટ આપી હતી. તો કોંગ્રેસે ક્ષત્રિય સમાજના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલને ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં શક્તિસિંહને 65,426 મત અને પરસોત્તમ સોલંકીને 83,980 મતો મળ્યા હતા. આ પરસોત્તમ સોલંકીએ 18,554 મતોથી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલને મ્હાત આપી હતી.
ભાજપે ફરી એકવાર આ બેઠક પર પરસોત્તમ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ક્ષત્રિય સમાજના ઉમેદવારને બદલે કોળી સમાજના આગેવાન કાંતિભાઈ ચૌહાણને ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં પરસોત્તમ સોલંકીને 89,555 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના કાંતિભાઈ ચૌહાણને 58,562 મત મળ્યા હતા. આમ, આ ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી લીધી હતી.