Bhavnagar

કાલે ભાવનગર ગ્રામ્ય કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ ઉમેદવારી ફોર્મ ભરશે

Published

on

  • રેવતસિંહ કોંગ્રેસના પાયાના કાર્યકર છે, વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિ છે

વિધાનસભા ૨૦૨૨ ચુંટણી અંતર્ગત ભાવનગર જીલ્લાની સાત બેઠકો પૈકી ૬ બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં ગઈકાલે ભાવનગર ગ્રામ્ય અને ભાવનગર પૂર્વ બેઠકના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર ગ્રામ્ય બેઠક પર રેવતસિંહ ગોહિલ અને ભાવનગર પૂર્વ બેઠક પર બલદેવ સોલંકીને ટીકીટ આપવામાં આવી છે. ભાવનગર ગ્રામ્ય બેઠક પર ક્ષત્રીય ઉમેદવાર રેવતસિંહ ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ છે જયારે પૂર્વ બેઠકના ઉમેદવાર બલદેવ સોલંકી જીલ્લા પંચાયતના સદસ્ય છે.

આ બંને બેઠકો પણ લાંબા સમયથી ભાજપનો ભગવો લહેરાય છે ત્યારે આ બંને યુવાઓ ઉમેદવારોએ પોતાના જીતની આશા વ્યક્ત કરી હતી. ભાવનગર પૂર્વ અને ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામો જાહેર કરતા હવે માત્ર ગારીયાધાર બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત બાકી છે ત્યારે ભાજપનો ગઢ ગણાતી બંને બેઠકો જેમાં ભાવનગર ગ્રામ્યમાં કોંગ્રેસે ક્ષત્રીય ઉમેદવારને મેદાને ઉતર્યા છે તો ભાવનગર પૂર્વ બેઠક પર કોળી ઉમેદવારને મેદાને ઉતર્યા છે. વાત કરીએ ભાવનગર ગ્રામ્ય બેઠક કે જ્યાં છેલ્લી પાંચ ટર્મથી ભાજપના પરસોત્તમ સોલંકી વિજેતા બની રહ્યા છે આ બેઠક પર કોંગ્રેસે ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ અને ક્ષત્રીય ઉમેદવાર રેવતસિંહ ગોહિલને ટીકીટ આપી છે.રેવતસિંહ ગોહિલ ૧૯૯૭ થી કોંગ્રેસે સાથે સંકળાયેલા છે અને કોંગ્રેસના જુના કાર્યકર પણ છે ત્યારે તમામ સમાજને સાથે રાખી તેમના પ્રશ્નો અંગે દોડધામ કરતા આ યુવા નેતાએ આ ચુંટણીમાં પોતાની જીતની આશા વ્યક્ત કરી છે. જેઓ આવતીકાલે ઉમેદવારીનું ફોર્મ ભરવા જશે તો કોંગ્રેસ પક્ષના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ,વિવિધ સેલના હોદ્દેદારો,કાર્યકરો,શુભેચ્છકો તથા કોંગ્રેસ પક્ષના મિત્રોને હાજર રહેવા અનુરોધ કરાયો છે

Exit mobile version