Sihor

ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ સિહોર નગરપાલિકા ફાયર વિભાગની મુલાકાત લીધી

Published

on

પવાર

  • ફાયર ઓફિસર વ્યાસ અને પ્રવિણ કુમારે સિહોર ફાયર સર્વિસ માળખાનો અભ્યાસ કર્યો ; જરૂરી માર્ગદર્શન આપ્યું

ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટના 2 ઉચ્ચ અધિકારીઓએ આજે સિહોર નગરપાલિકા ફાયરબ્રિગેડની મુલાકાત લઇને નગરપાલિકા ખાતે કાર્યરત ફાયર સર્વિસ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી. મળતી વિગત મુજબ ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના અધિકારી વ્યાસ અને પ્રવિણ કુમારે આજે સિહોર નગરપાલિકા ખાતે કાર્યરત ફાયર વિભાગની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સિહોર ફાયર સર્વિસની કાર્યપ્રલાણી અંગે ઝીણવટભરી જાત માહિતી લીધી હતી. અને સિહોર ફાયરબ્રિગેડમાં ઉપલબ્ધ સાધનોની પણ વિગતો મેળવી હતી.સાધનોની કાર્યપ્રલાણી વિશેષતા અંગે જાણકારી મેળવી હતી. શહેરીજનોના જાનમાલના રક્ષણ માટે કેવી રીતે રેસ્ક્યું ઓપરેશનો હાથ ધરાય છે. સ્ટાફને કેવા પ્રકારની ટ્રેનિંગ અપાય છે. સિહોર કે તાલુકામાંથી ફાયરબ્રિગેડમાં રોજના કેટલા કોલ આવે છે. આગ અકસ્માત તેમજ જાહેર સલામતીના કિસ્સામાં કેવી કામગીરી કરાય છે વગેરે માહિતી મેળવી હતી.

Exit mobile version