Sihor

સિહોર જેનબર્ક ફાર્મા કંપની ખાતે ફાયર ડેમો અને ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

Published

on

દેવરાજ

સિહોર નગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર સર્વિસ વિક ઉજવણીના અનુસંધાને સિહોર જેનબર્ક ફાર્મા કંપની ખાતે ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમાં જેનબર્ક ફાર્મા કંપનીમાં કામ કરતા સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

A fire demo and training program was held at Sihor Janberk Pharma Company

સાધનોનું ડેમોન્સટ્રેસન અને કોઈ પણ ફાયર અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર વિષે માહિતી આપવામાં આવી તેમજ ફાયરના ઉપયોગનું લાઈવ ફાયર ફાઈટીંગ ડેમોન્સટ્રેશન કરવામાં આવ્યુ હતુ જેનબર્કમાં કામ કરતા તમામ સ્ટાફને ફાયરનો લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો. તેમની ત્યાં લગાવેલી સિસ્ટમનો પણ ઉપયોગ કરી સ્ટાફ ને લાઇવ ડેમો આપવામાં આવ્યો હતો. સાથે સાથે ફાયરના બોટલ,મીની ફાયર માં આપેલ હોઝ રીલ દ્વારા પણ લાઇવ ડેમો અપાયો હતો.

A fire demo and training program was held at Sihor Janberk Pharma Company

અચાનક જો આગ લાગે તો સાયરન કેમ વગાડવું, સુરક્ષિત જગ્યા પર કેમ જવું, રેસ્ક્યુ કેમ કરવું,પોતાનો સ્વબચાવ કેમ કરવો , ઇલેક્ટ્રીક આગ લાગે તો શું પગલાં લેવા, ઊંચાઈ પર કામ કરતા સમયે શું શું ધ્યાન માં રાખવું વગેરે બધું જ માહિતી સિહોર ફાયર ઓફિસર રાજ્યગુરુ તેમજ ફાયર સ્ટાફ ભાવિનભાઈ દ્વારા આપવામાં આવી હતી

Advertisement

Exit mobile version