Bhavnagar
ભાવનગરમાં જર્જરીત બિલ્ડીંગની વપરાશ પરવાનગી જ રદ્દ : 57 રહેણાંક-150 કોમર્શિયલ મિલકત ખાલી કરાવાઈ
બરફવાળા
- સિહોર સહિતની નપા અને મનપાએ કરવા જેવું કામ, માધવહિલ ઈમારતની ગેલેરી પડતા મહિલાનો જીવ ગયો હતો : સપ્તાહ બાદ તમામ મિલકતો સીલ કરી દેવા ચેતવણી.
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ માધવહીલ બિલ્ડીંગની બે માળની ગેલેરિ તૂટી પડતા 18 લોકો દબાયા હતા .જેમા એક મહિલા નું મોત નિપજ્યું છે. ફાયર બ્રિગેડના સ્ટાફે રેસ્યુ કરીને 12 લોકોને બચાવી લીધા હતા. તંત્ર દ્વારા માધવ હિલ બિલ્ડીંગનું બી. યુ. પરમિશન તાકીદે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અને સાત દિવસમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં નહીં આવે તો તમામ મિલકતોને સીલ કરવામાં આવશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગઇ કાલે વાઘાવાડી રોડ પર તખ્તેશ્વર મંદિર નજીક આવેલ માધવહીલ બિલ્ડીંગના બીજા અને ત્રીજામાંની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. આ બનાવમાં નીચે કેટલાક લોકો દબાયા હતા. આ બનાવ થી માધવ હિલ બિલ્ડીંગમાં નાસભાગ મચી જવા પામી હતી. લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
આ બનાવ ની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને 108 ઈમરજન્સીનો કાફલો દોડી આવ્યો હતો અને ફાયર બ્રિગેડના સ્ટાફે રેસક્યું કરી 12 જેટલા લોકોને બચાવી લીધા હતા. જ્યારે એક મહિલા સહિત 6 ને ઈજા થતા 108 ઈમરજન્સી દ્વારા સર. ટી. હોસ્પિટલ ખસેડાયેલ હતો.હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હંસાબેન ઈશ્વરભાઈ જમોડ નામની કુંભારવાડા વિસ્તારમાં રહેતી શ્રમિક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મહિલા ત્યાં રીનોવેશન કામ કરવા આવી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે આ બનાવમાં ઈજાગ્રસ્ત નવાપરા વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ સુલેમાન ભાઈ સોલંકી ઉં.વ. 40, સમીરભાઈ મહેતર ઉંમર વર્ષ 24 મકસુદભાઈ રહેમાન મહિડા (ઉં.વ.23) ,વિવેક ગોપાલભાઈ રાઠવા (ઉં.વ.35) અને રાજેશભાઈ ત્રિવેદી (ઉ.વ.55) ને સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.આ બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ સહિતનો પોલીસ અધિકારીઓનો કાફલો તથા મ્યુ. કમિશનર ઉપાધ્યાય અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.બિલ્ડીંંગની 150 કોમર્શીયલ મિલ્કત ખાલી કરાવાઈ છે તો 57 રહેણાંક પણ ખાલી કરાવાયા છે.