Bhavnagar
ભાવનગરમાં હાઉસીંગ બોર્ડના ફલેટનો દાદરો ધડાકાભેર તૂટી પડયો : છ દબાયા
બરફવાળા
ભરતનગર-કૈલાશનગરના ત્રણ માળીયામાં ઘટેલી દુર્ઘટનાને પગલે મચી અફડાતફડી : ફાયરબ્રિગેડે તાબડતોબ ઘટના સ્થળે દોડી જઇ તમામને બચાવી લીધા : મોટી દુર્ઘટના સહેજમાં ટળી
ભાવનગર શહેરના ભરતનગર- કૈલાશનગરના ત્રણ માળિયાના દાદરો ધારાશાયી થતા દુર્ઘટના ઘટી હતી જેમાં છ વ્યક્તિઓને ઇજા થવા પામી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ભરતનગર કૈલાશ નગરમાં આવેલા હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયાનો ફલેટના બ્લોક નંબર 14 ના દાદરાો ધડાકા ભેર તૂટી પડતા દોડધામ અને દેકારો વચ્ચે જવા પામ્યો હતો. આ દુર્ઘટનામાં 6 લોકો દબાઈ ગયા હતા. જો કે સદભાગ્યે ફાયર વિભાગે સત્વરે ઘટનાસ્થળે પહોંચીને તમામને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો અને અન્ય તમામને શિવાજી સર્કલના મહાપાલિકાના શેલ્ટર હાઉસમાં ખસેડાયા હતા.
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા કૈલાસનગર ત્રણ માળીયામાં બ્લોક નં.14ની ઇમારત જે તદ્દન જર્જરિત થઇ ગયેલી તેના દાદરા ધડાકાભેર તૂટી પડ્યા હતા. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ને કરાતા ફાયર બ્રિગેડ ની સ્ટાફ ઘટના દોડી આવ્યો હતો. અને ઈજાગ્રસ્તો ને બચાવી લેવાયા હતા. આ બનાવમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ચંદ્રિકાબહેન લક્ષ્મણભાઇ સિદ્ધપુરા (ઉ.વ.60), દયાબહેન કાનશીભાઇ મકવાણા (ઉ.વ.73), રંજનબહેન હરેશભાઇ ચૌહાણ (ઉ.વ.50), સુનિતાબહેન પંકજભાઇ ચૌહાણ (ઉ.વ.28), અંશ પંકજભાઇ ચૌહાણ (ઉ.વ.3) જીલુભાઇ નાથાભાઇ હરકટ ઉ.વ.5 નો સમાવેશ થાય છે. હાઉસિંગ બોર્ડના મકાન ધરાશાયી થયા ને બે કલાક બાદ હાઉસિંગના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ વિસ્તારમાં હજુ પણ કેટલાય મકાનો જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે લોકો ભયના ઓથાર નીચે જીવવા માટે મજબૂર બન્યા છે.