Bhavnagar

જૂનાગઢ વાળી ભાવનગરમાં ; વાઘાવાડી રોડ પર ત્રણ માળનાં બિલ્ડીંગની ગેલેરી ધરાશાયી: અનેક દબાયા: 1 મહિલાનું મોત

Published

on

મિલન કુવાડિયા

  • અચાનક ગેલેરીનો હિસ્સો તુટતા નાસભાગ મચી: ફાયર બ્રિગેડની મદદથી 12 લોકોનું રેસ્કર્યું :108 એમ્બ્યુલન્સો ઘટના સ્થળે દોડી : પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બંદોબસ્ત ગોઠવ્યો: કાટમાળ ખસેડવા જેસીબીની મદદ લેવાઈ

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ માધવહીલ બિલ્ડીંગ ની બે માળની ગેલેરી તૂટી પડતા અમુક લોકો દબાયા હતા .ફાયર બ્રિગેડના સ્ટાફે રેસ્યુ કરીને 12 લોકોને બચાવી લીધા હતા.જયારે આ ઘટનામાં ઈજા ગ્રસ્ત મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે સવારે ભાવનગર સેના વાઘાવાડી રોડ પર તકતેશ્વર મંદિર નજીક આવેલ માધવહીલ બિલ્ડીંગના બીજા અને ત્રીજા માં ની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. આ બનાવમાં નીચે કેટલાક લોકો દબાયા હતા.

in-bhavnagar-with-junagadh-three-storied-building-gallery-collapses-on-waghawadi-road-several-crushed-1-woman-killed

જેને ફાયર બ્રિેગડની મદદથી 12 લોકોએ બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયા ઈજાગ્રસ્ત હંસાબેન ઈશ્ર્વરભાઈ જમોડ રે.કુંભારવાડા નામની શ્રમિક મહિલાનું મોત થયું હતું. માધવ હિલ બિલ્ડીંગમાં રીનોવેશનની કામગીરી દરમ્યાન અચાનક ગેલેરીનો ભાગ તુટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવવાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ અને 108 ઈમરજન્સી સ્તરે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડના સ્ટાફે રેસક્યું કરી 12 જેટલા લોકોને બચાવી લીધા હોવાનું જાણવા મળેલ છે.

in-bhavnagar-with-junagadh-three-storied-building-gallery-collapses-on-waghawadi-road-several-crushed-1-woman-killed

આ બનાવની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન નો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. હાલ હોસ્પિટલમાં 11 ઈજાગ્રસ્તો માથી 6 થી 7 લોકોએ રજા આપવામાં આવી છે.ચાર લોકો હજુ સારવાર લઈ રહ્યા છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બંદોબસ્ત ગોઠવ્યો હતો. સાથે જેસીબીની મદદથી કારમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

in-bhavnagar-with-junagadh-three-storied-building-gallery-collapses-on-waghawadi-road-several-crushed-1-woman-killed

ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં 

કાટમાળ હટાવવા માટે JCB મશીનની પણ મદદ લેવામાં આવી હતી. તો ફાયરની ટીમની સાથે સ્થાનિકો પણ કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા હતા. પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે હાજર હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગની સાથે સ્થાનિકો પણ બચાવકાર્યમાં જોડાયા હતા.

Advertisement

in-bhavnagar-with-junagadh-three-storied-building-gallery-collapses-on-waghawadi-road-several-crushed-1-woman-killed

 

બિલ્ડિંગને આપવામાં આવી હતી નોટિસ

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત હતું. આ બિલ્ડિંગમાં પ્રથમ ત્રણ માળમાં 200થી વધુ દુકાનો આવેલી છે. જ્યારે બિલ્ડિંગના 5 માળમાં રહેણાક ફ્લેટ આવેલા છે. અગાઉ આ જર્જરિત બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી. હજુ સુધી જાનહાનિના કોઇ સમાચાર નથી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

Trending

Exit mobile version