Sihor

સિહોરના પીપરડી ગામનો મુન્નો મકવાણા 71 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો

Published

on

સોનગઢ પોલીસને બાતમી મળી કે મુન્નો બાઇક લઈ દારૂની હેરાફેરી કરવાનો છે સરવેડી ગામ નજીક પોલીસે નાકાબંધી કરી ને 71 વિદેશી દારૂની બોટલ સાથે મુન્ના ને ઝડપી લીધો, પોલીસે બાઇક કબ્જે લીધું, મુન્ના સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી

સિહોર તાલુકાના સોનગઢ નજીક સરવેડી ગામે થી વિદેશી દારૂની 71 બોટલો સાથે મુન્નો મકવાણા ઝડપાયો છે પોલીસે વિદેશી દારૂ સાથે બાઇકને કબ્જે લઈ રૂ 35500નો મુદ્દામાલ કબ્જે લઈ મુન્ના સામે પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે સોનગઢ પોલીસ સ્ટેશનના અધિકારી વી.વી.ધ્રાંગુ તથા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ અને લાલજીભાઇ સોલંકીને સંયુક્ત બાતમી આધારે હકીકત મળી હતી કે પીપરડી ગામનો વશરામ ઉર્ફે મુન્નો પોતાનુ મો.સા લઇને ભરતીય બનવટના વિદેશી દારૂની હેરફેર કરે છે

તે હકીકત પોલીસ અધિકારી વી.વી.ધ્રાંગુ અને ટીમને નાકબંધી કરી સરવેડી ગામે રોડ ઉપર વશરામભાઇ ઉર્ફે મુન્નો ગોરધનભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ .૩૦ ધંધો ખેતી રહે પીપરડી ગામ સિહોર વાળાને તેના કબ્જા ની હોન્ડા સાઇન મો.સામા ગે.કા. પાસ – પરમીટ વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીદારૂની કંપની સીલપેક ૧૮૦ એમ.એલ.ભરેલ બોટલ નંગ -૭૧ જેની કિ.રૂ .૧૦,૫૦૦ / – તથા હોન્ડા સાઇન મો.સા જેની કી.રૂ .૨૫,૦૦૦ / મળી કુલ કિંમત રૂ .૩૫,૫૦૦ / – ના મુદામાલ સાથે પકડીને પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે કામગીરીમાં વી.વી.ધ્રાંગુ, શક્તિસિંહ ગોહિલ, જે.એમ.રાઠોડ, જયપાલસિંહ ગોહિલ, લાલજીભાઇ સોલંકી, અશોકભાઇ કળોતરા, શક્તિસિંહ કાઠીયા સહિતના જોડાયા હતા

Trending

Exit mobile version