Sihor

સિહોર પંથકમાં ઈંગ્લીશ દારૂની ખેપ કરતા બે શખ્સની ધરપકડ

Published

on

પવાર

ગઢુલાનો શખ્સ ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ અને પાલિતાણાનો શખ્સ ૫ ચપટા સાથે ઝડપાયો

સિહોરના બે ગ્રામ્ય વિસ્તારમાંથી અને પાલીતાણા શહેરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે ૪ શખ્સોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સિહોર તાલુકાના ગઢુલા ગામની સીમમાં આવેલ પીપરડી ગામ જવાના રસ્તા પરની વાડીમાં સોનગઢ પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૩૪ બોટલ કિં. રૂ.૧૭,૬૮૦ સાથે ગામના કુલદીપસિંહ ઉર્ફે કે.કે. કિરીટસિંહ ગોહિલને ઝડપી લઈ ઈંગ્લીશ દારૂ.મોબાઈલ મળી કુલ રૂ.૨૦,૧૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Two persons were arrested for selling English liquor in Sihore Panthak

સિહોર તાલુકાના ટાણા ગામથી અગિયાળી તરફ જવાના રોડ પરથી સિહોર પોલીસે વિદેશી દારૂની ખેપ કરતા ટાણા ગામના ચેતન અર્જુનભાઇ ચુડાસમા અને રાજેશ ગણપતભાઈ પંડ્યાને સિહોર પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ, મોટરસાઇકલ મળી કુલ રૂ.૨૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પાલીતાણાના તળાજા રોડ,ભીલવાસમાંથી ઈંગ્લીશ દારૂના ૫ ચપટા કિં. રૂ.૫૦૦ સાથે રાજ ધીરુભાઈ વાઘેલાને પાલીતાણા પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Exit mobile version