Sihor

સિહોરના ટોડા ભડલી વિસ્તારમાં રહેતા સંજય અને હિતેશના ઘરેથી 20 બોટલ દારૂ મળ્યો : હિતેશ ફરાર

Published

on

સંજય અને હિતેશ બન્ને ભાઈ છે, બન્ને એ સાથે મળી દારૂનો ધંધો શરૂ કર્યો, સિહોર પોલીસના હિતેશગિરી અને સ્ટાફને બાતમી મળી, પોલીસને સંજય અને હિતેશે છુપાવેલ ઘરમાંથી વિદેશી દારૂની 20 બોટલ મળી, સંજય ઝડપાયો હિતેશ ફરાર છે, સિહોર પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ, બાઇક મળી કુલ રૂ 38000નો મુદમાલ કબ્જે લીધો

Pvar
સિહોરના ટોડા ભડલી વિસ્તારમાં રહેતા સંજય અને હિતેશના ઘરેથી પોલીસને 20 બોટલ દારૂ મળ્યો છે જ્યારે સંજય પોલીસના હાથે ઝડપાયો છે તેમજ હિતેશને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે પોલીસે કુલ. રૂ.38 હજારનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સિહોરના ટોડા ભડલી વિસ્તારમાં આવેલ રહેણાંકી મકાનમાં પોલીસે રેડ કરી તલાસી લેતા સંજય અને હિતેશે છુપાવેલ વિદેશી દારૂની 20 મળી આવતા પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ, બાઇક કબજે લઇ નાસી છૂટેલા હિતેશને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે

20 bottles of liquor found at the house of Sanjay and Hitesh living in Toda Bhadli area of ​​Sihore: Hitesh Farrar

સિહોર પોલીસે બાતમીના આધારે ટોડા ભડલી વિસ્તારમાં સંજય અને હિતેશે છૂપાવેલી ઈંગ્લીશ દારૂની 20 બોટલ તેમજ બાઇક અને મોબાઈલ સાથે 38 હજારનો મુદમાલ ઝડપી પાડ્યો હતો જયારે સમગ્ર મામલે સંજય ઝડપાયો છે અને હિતેશ ફરાર છે બન્ને સગાભાઈ છે બન્નેએ સાથે મળી દારૂનો ધંધો શરૂ કર્યો હતો પોલીસે મુદામાલ હાલતો જપ્ત કરી સિહોર પોલીસમાં બન્ને વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કામગીરીમાં હિતેશગીરી ગોસ્વામી, ઘનશ્યામભાઇ ઠુમ્બલ, હરપાલસિંહ સરવૈયા, ભવદીપસિંહ સરવૈયા, રાકેશભાઇ મહિડા જોડાયા હતા

Trending

Exit mobile version