Sihor
સિહોરના જાંબાળા ગામે આજે રાત્રીના “દી” ઉગશે ; ભાઈના જન્મ દિવસે ભવ્ય લોકડાયરો યોજાશે
કુવાડિયા
લોકડાયરામાં અનેક કલાકારો રમઝટ બોલાવશે, હજારોની મેદની ઉમટી પડશે, ભવ્ય થી ભવ્ય આયોજન, કોળી સમાજના હૃદય સમ્રાટ પરસોત્તમભાઈ સોલંકીનો સમાજલક્ષી સ્તુત્ય અભિગમ, આજે સાંજે યોજાયેલ ડાયરામાં ફૂલ, ફૂલના બુકે કે કોઈપણ પ્રકારની ભેટ ન લાવવા માટેની નમ્ર અરજ, ડાયરામાં એકત્ર થયેલ રકમને શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે વાપરવામાં આવશે
કોળી સમાજના હૃદય સમ્રાટ અને રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે આજે સિહોરના જાંબાળા ગામે લોકડાયરાનું ભવ્ય આયોજન કરાયું છે.આ લોક ડાયરામાં અનેક કલાકારો રમઝટ બોલાવશે ત્યારે પરસોત્તમભાઈ સોલંકી હંમેશા સમાજ શ્રેયાર્થે કાર્ય કરતા રહ્યા છે. તેમના દરેક કાર્ય અને પ્રયત્નોમાં સમાજને હંમેશા આગળ રાખ્યું છે. આ જ કડીને આગળ ધપાવતા આજે સાંજે યોજાનાર ડાયરામાં આવનાર લોકો ફુલ,બુકે કે કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓ કે ભેટ સોગાતો ન લાવે તે માટે તેમણે લોકોને અપીલ કરી છે.
આજે યોજાનાર ડાયરામાં મળેલ રકમનો શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે ઉપયોગ કરવાનો તેમને સ્તુત્ય નિર્ણય લીધો છે. મંત્રીશ્રીએ આ અંગે કહ્યું કે, કોઈપણ સમસ્યાનો ઉકેલ શિક્ષણ છે. શિક્ષણની ચાવીથી કોઈપણ પ્રકારની સમસ્યાઓને ઉકેલી શકાય છે. આ ઉપરાંત, શિક્ષણથી જ શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર કરી શકાય છે. તેથી સમાજને, રાજ્યને, દેશને સશક્ત અને મજબૂત બનાવવો હશે તો આ દેશનું ભાવિ એવા બાળકોનું સુદ્રઢ ઘડતર કરવું જરૂરી છે. તેથી જ આજે સાંજે યોજાનાર ડાયરામાં મળેલ તમામ રકમનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે કરવાનો તેઓએ નિર્ણય લીધો છે. એ દિવ્યેશભાઈ સોલંકી અને કોળી સેના પ્રમુખ કાળુભાઈ જાંબુચા યાદીમાં જણાવ્યું હતું.