Sihor
આવતીકાલે ભાઈના જન્મ દિવસે જાંબાળા ગામે ભવ્ય થી ભવ્ય લોકડાયરો યોજાશે
કુવાડિયા
રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ જાંબાળા ગામે લોકડાયરાનું આયોજન, લોકડાયરામાં સુપ્રસિધ્ધ માયાભાઈ આહીર સહિતના કલાકારો જમાવટ કરશે
આવતીકાલે તા ૨૩ અને મંગળવારે સિહોરના જાંબાળા ગામ ખાતે ભાઈના જન્મ દિવસે ભવ્ય લોકડાયરો યોજાશે, પ્રસિદ્ધ માયાભાઇ આહીર સહિતના જેમાં અનેક કલાકારો રંગત જમાવશે. રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ સિહોરના જાંબાળા ગામે લોકડાયરો યોજાશે આ તકે તા. ૨૩/૫/૨૩ ના રોજ મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન મંગળવારે રાત્રિના ૮ વાગ્યે કરવામાં આવ્યું છે.
આ લોક ડાયરામાં અનેક કલાકારો રમઝટ બોલાવશે તો સાથોસાથ સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓ તેમજ રાજકીય સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેશે. સૌને ડાયરામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે