Bhavnagar

બાળપણથી જ વ્યસન મુક્તિના બીજ રોપશે તો વ્યસનમુકત સમાજનું નિર્માણ થશે : ઋષિ પુરુષ સ્વામી

Published

on

પવાર

ભાવનગરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઇ ગઈ

ભાવનગરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે અક્ષર વાડી ખાતે તમાકુ નિષેધ થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઇ ગઇ જેમાં નાના ભુલકાઓથી લઈને યુવાનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. “તમાકુ મુક્ત ભાવનગર” ચિત્ર સ્પર્ધા પ્રોગ્રામ – થીમ” તમાકું નહિ, ખોરાક ની જરૂર છે” વિષે અંતર્ગત યોજાયો હતો.

If the seeds of addiction are planted from childhood, then an addiction-free society will be created: Rishi Purush Swami

આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના શ્રી ઋષિ પુરુષ સ્વામીએ જણાવ્યું હતું કે વ્યસનમુક્તિના કાર્યક્રમો સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ ઉનાળુ વેકેશન માં કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા થયેલ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બાળપણ થી જ વ્યસનમુક્તિના બીજ રોપાશે તો આવનારી પેઢી અને વ્યસનમુકત સમાજનું નિર્માણ થશે.

If the seeds of addiction are planted from childhood, then an addiction-free society will be created: Rishi Purush Swami

આ તકે વિભાગીય નાયબ નિયામક શ્રી ડો. મનીષકુમાર ફેન્સી એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં તમાકુ નિષેધ અંગેની વિડિયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી તેમજ શપથ પણ લેવડાવવામાં આવી હતી.

Advertisement

If the seeds of addiction are planted from childhood, then an addiction-free society will be created: Rishi Purush Swami

પાંચ અલગ અલગ કેટેગરીમાં ૫૦ વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણી પ્રસાદની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું હતું.

Trending

Exit mobile version