Bhavnagar

ભાવનગરની કેન્દ્રીય વિદ્યાલય શાળાઓમાં પરીક્ષા પે ચર્ચા અંતગર્ત ચિત્ર સ્પર્ધા યોજાય

Published

on

દેવરાજ

  • ભાવનગર ખાતે કેન્દ્રીય વિદ્યાલય અને શહેરની અન્ય શાળાઓના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો

આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે ત્યારે વિદ્યાર્થીઓ આ પરીક્ષાને કોઈપણ ચિંતા-તણાવ વગર આપે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા ૬ વર્ષથી પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ સાથે ખાસ ચર્ચાઓ કરે છે અને બોર્ડની પરીક્ષા કોઈપણ તણાવ વગર વિદ્યાર્થીઓ આપે એટલે કે એક્ઝામ વોરીયર્સ બની પરીક્ષા માટે તૈયાર થાય તે માટે પરીક્ષા પે ચર્ચા નું આયોજન કરે છે ત્યારે આ કાર્યક્રમ પૂર્વે દેશની ૫૦૦ જેટલી કેન્દ્રીય વિદ્યાલય શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ખાસ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાનની બુક્સ એક્ઝામ વોરીયર્સમાંથી ૨૫ જેટલા વિચારો સાથે વિદ્યાર્થીઓ એ ચિત્રો દોર્યા હતા.

an-examination-discussion-and-drawing-competition-will-be-held-in-kendriya-vidyalaya-schools-of-bhavnagar

પીએમઓ ઓફીસ દ્વારા આયોજિત અને મીનીસ્ટ્રી ઓફ એજ્યુકેશનના માર્ગદર્શન હેઠળ દેશની ૫૦૦ જેટલી કેન્દ્રીય વિદ્યાલયોમાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ખાસ આજે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આગામી ફેબ્રુઆરી અને માર્ચમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ એક્ઝામ વોરીયર્સ બને નહિ કે એક્ઝામ વરિયર એટલેકે પરીક્ષા માટે લડવૈયા બને પરીક્ષાની ચિંતા કરનાર નહિ જે અંગે આગામી તા. ૨૭ જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાનાર છે ત્યારે તે પૂર્વે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બહાર આવે અને વિદ્યાર્થીઓ તનાવ મુક્ત બની અભ્યાસ અને પરીક્ષા આપે તે માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

an-examination-discussion-and-drawing-competition-will-be-held-in-kendriya-vidyalaya-schools-of-bhavnagar

જેમાં ભાવનગર ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં કેન્દ્રીય વિદ્યાલયના ઉપરાંત શહેરની અન્ય શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાનના ખાસ પુસ્તક એક્ઝામ વોરીયર્સમાંથી ૨૫ જેટલા વિવિધ આઈડિયા સાથે વિદ્યાર્થીઓ પોતાના મનમાં ઉદભવેલા ચિત્રોને આકાર આપ્યો હતો અને તેમાં કલર અને લખાણો સાથે ઉત્કૃષ્ટ ચિત્રો બનાવી રજુ કર્યા હતા. આ ચિત્રોમાંથી સારા ચિત્રોને ૧ થી ૫ ક્રમ અનુસાર સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ તમામ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ ઉપરાંત ખાસ પુસ્તક એક્ઝામ વોરીયર્સ પણ ભેટ આપવામાં આવ્યું હતું. આમ વિદ્યાર્થીઓ નિર્ભય બની અભ્યાસ કરે અને તણાવ મુક્ત બની બોર્ડની પરીક્ષાઓ આપે તેવા ખાસ ઉદેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

Trending

Exit mobile version