Sihor

તમાકુ છોડો, સ્વાસ્થ્ય જાળવો : સિહોર તાલુકાના જીથરી ગામે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ખાતે વિશ્વ તંબાકુ નિષેધ દિવસ ઉજવાયો

Published

on

પવાર

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તમાકુના ઉપયોગથી આરોગ્ય સામે ઉભા થતા જોખમો સામે લોકજાગૃત્તિ કેળવવા અને ધૂમ્રપાન સહિત તમાકુ પેદાશોના સેવનને ઘટાડવા માટે દર વર્ષે તા.૩૧ મેના દિવસને ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ જાગૃત્તિ કાર્યક્રમોથી લોકોને તમાકુની શરીર પર થતી હાનિકારક અસરોથી અવગત કરાવવા સાથે તમાકુમુક્તિ, વ્યસનમુક્તિ માટે પ્રેરિત કરવામાં આવે છે. ત્યારે સિહોર તાલુકાના અમરગઢ ખાતે આવેલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ દ્વારા વિશ્વ તમ્બાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડોક્ટર વિધાર્થીઓ દ્વારા સોનગઢ તથા અલંગ મુકામે લોક જાગૃતા માટે રેલી તથા‌‌ નાટય પ્રસ્તુત કરી ‌લોકો‌ને તમ્બાકુથી થતા આડઅસર વિશે સમજાવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ડીન ડો.રોસિયા‌ કાનાપાથિ , વાઈસ ડીન ડો.પંકજાકશી બાઈ તથા પબ્લિક હેલ્થ ડેનટીસ્ટી ના વડા ડો.મનદીપસસિંહ ગોહિલ દ્વારા ભારે જેહમત ‌ઉઠાવી હતી.

Quit Tobacco, Maintain Health: World No Tobacco Day celebrated at College of Dental Sciences in Jithari village of Sihore taluk

તમાકુથી તંદુરસ્તી પર વિપરીત અસર પડે છે

તબીબોના મતાનુસાર તમાકુથી દાંત, ફેફસા અને રોગપ્રતિકારક શક્તિ કમજોર પડે છે, દાંત સમય પહેલા ખરી પડે છે. દાંત-મોં સબંધિત બીમારીઓ ઉપરાંત આંખોની રોશની પણ ઓછી કરી નાંખે છે.

તમાકુ ખાવાથી મોંનું કેન્સર થવાની સંભાવના

Advertisement

તમાકુમાં રહેલું નિકોટીન બ્લડપ્રેશર પણ વધારે છે. ધૂમ્રપાન દરમિયાન ધૂમાડો આખા શ્વસનતંત્ર સહિત આંખ, કાન અને ફેફસાને પ્રભાવિત કરે છે. તેને મોં સાથે સીધો સંબંધ હોય તમાકુથી મોંનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. તમાકુ ખાનારા મોટાભાગના લોકો મોઢું સંપૂર્ણ રીતે ખોલી શકતા નથી. મોંની અંદર બંને તરફ સફેદ લાઈન કેન્સર તરફ વધવાનો સંકેત છે.

Exit mobile version