Sihor
સિહોર રાજકોટ રોડ પર આવેલ મકાનમાં આગનું છમકલું ; ફાયર બ્રિગેડ પહોંચી ઘટના સ્થળે
દેવરાજ બુધેલીયા – ઓન ધ સ્પોટ
આ લખાઈ છે ત્યારે રાત્રીના 9/00 કલાકે મળતા અહેવાલો મુજબ સિહોરના રાજકોટ રોડ આવેલ એક મકાનમાં અચાનક આગની ઘટના સામે આવી છે હાલ સિહોર નગરપાલિકા ફાયર વિભાગ પોહચ્યું છે જોકે બનાવને લઈ અન્ય કોઈ જાનહાનિના સમાચારો નથી આ લખાઈ છે ત્યારે ઘટના સ્થળે થી અમારા સહયોગી દેવરાજ બુધેલીયા એ વિગતો આપતા જણાવ્યું હતુ
આજે સમી સાંજે સિહોરના રાજકોટ રોડ રેસ્ટ હાઉસ નજીક સાગર ટાંકાની સામે આવેલ બંધ મકાનમાં અચાનક કોઈ કારણોસર આગનો બનાવ બન્યો હતો બનાવને લઈ સ્થાનિક લોકોએ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો છટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી આગના બનાવમાં અન્ય કોઈ જાનહાનિ થવા પામી નથી તેમજ આગનું કારણ હાલ સુધી જાણી શકાયું નથી તેવું સહયોગી બુધેલીયાએ જણાવ્યું હતું