Sihor
સિહોરના સોનગઢ ગામે દુર્ઘટના, 1 નું મોત 2 ગંભીર
સોનગઢના રેલવે સ્ટેશન રોડ પર આવેલ વાડીમાં મજૂરો કુવાનું કામ કરતા હતા તે વેળા અકસ્માતે દુર્ઘટના સર્જાઈ, બનાવમાં એક વ્યક્તિ મોતને ભેટ્યો, બે સારવાર હેઠળ
સિહોરના સોનગઢ ગામે મોડી સાંજે એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં કૂવામાં કામ કરતી વેળાએ અકસ્માતે ત્રણ વ્યક્તિ પૈકી એકનું મોત થયું છે જ્યારે અન્ય બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, બનાવની વિગતમાં અમારા સહયોગી દેવરાજ બુધેલીયાએ જણાવ્યું હતું કે સિહોરના સોનગઢ રેલવે સ્ટેશન રોડ પર આવેલ એક વાડીમાં ત્રણ મજૂરો કામ કરી હતા.
તે વેળાએ કોઈ દુર્ઘટના સર્જાઈ જેના કારણે એક વ્યક્તિ કૂવામાં ખાબક્યો છે જેનું મોત થયું છે જ્યારે અન્ય બે વ્યક્તિને બનાવમાં ગંભીર ઇજા થતાં તેઓને સારવાર માટે પ્રથમ સિહોર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વધુ સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બનાવને લઈ કુવામાંથી લાશને બહાર કાઢવા સિહોર ફાયર વિભાગ ઘટના સ્થળે પોહચ્યો છે, જોકે તપાસ બાદ દુર્ઘટનાની હકીકત જાણી શકાશે હાલ પોલીસ પણ બનાવ સ્થળે પોહચી છે ત્યારે વધુ વિગતની રાહ જોવાય રહી છે.