Sihor
સિહોરના કંસારા બજાર વિસ્તારમાં શ્રમિક પરિવારના રહેણાંકી મકાનમાં આગની ઘટના ; અડધા લાખથી વધુનું નુકશાન
પવાર
આજે સવારે ૧૧ વાગ્યાના આસપાસ રહેણાંકી મકાનમાં બની ઘટના, કંસારા પરિવારના મકાનમાં અચાનક આગની ઘટનાથી ઘરવખરીને નુકશાન, ફાયર ટિમ દોડી ગઈ
સિહોરના કંસારા બજાર વિસ્તારમાં આજે સવારે એક રહેણાંકી મકાનમાં અચાનક આગની ઘટના બની હતી નગરપાલિકાનો ફાયર કાફલો બનાવ સ્થળે પોહચી પાણીનો છટકાવ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં શ્રમજીવી પરિવારને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
જેને લઈ પરિવાર ચિંતામગ્ન બન્યો છે, સિહોરના કંસારા બજારમાં રહેતા પ્રભુદાસ આણંદજી કંસારાના મકાનમાં આજે સવારે અચાનક ધુવાડાઓ નીકળવા લાગતા પરિવારમાં અફડાતફડી મચી હતી અહીં બનાવ સ્થળે સ્થાનિક લોકો એકઠા થઇ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગના કૌશિક રાજ્યગુરુ, ધર્મેન્દ્ર ચાવડા, શિવુભા ગોહિલ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો છટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી.
અહીં રહેતા કંસારા પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોઈ બનાવમાં અડધા લાખથી વધુનું નુકસાન થયું છે. મોટાભાગની ઘરવખરીને નુકશાન થયું છે પરિવારને સહાય મળે તે માટે સમાજના અગ્રણી અશ્વિનભાઈ ગોરડીયા, મહેશભાઈ લાલાણી, હરીશ પવાર એકઠા થઇ સહાય માટે ચર્ચા વિચારણા કરવાની કરી હતી બનાવને લઈ પરિવાર ચિંતામગ્ન બન્યો છે