Gujarat

કોંગ્રેસના રાજકારણમાં મોટા આંચકાની શકયતા : અહમદ પટેલના પુત્ર ફૈઝલ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને મળ્યા

Published

on

કુવાડિયા

લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાના સ્થાન માટે મથી રહેલા ફૈઝલ અને મુમતાઝ પટેલને મોવડી મંડળે કોઇ મહત્વ ન આપતા નારાજ હતા હવે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાય તેવી અટકળો : પાટીલ સાથેની તસ્વીરો વાયરલ

આગામી સમયમાં કોંગ્રેસમાં એક મોટા આંચકાની તૈયારી છે એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે સ્થાન મેળવનાર તથા ગુજરાતમાં ખાસ પ્રભાવ ધરાવતા સ્વ.અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળતા તેમના ભાજપમાં જોડાવવા અંગેની અટકળો તેજ થઇ ગઇ છે. લાંબા સમયથી અહમદ પટેલના પુત્ર ફેઝલ તથા પુત્રી મુમતાઝ બંને કોંગ્રેસમાં પોતાના સ્થાન માટે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ પક્ષના મોવડી મંડળ દ્વારા કોઇ દાદ ન અપાતા અને સતત નજરઅંદાજ કરાતા હવે તેઓ ભાજપ ભણી વળે તેવા સંકેત છે. સુત્રોના જણાવ્યા મુજબ તે વચ્ચે જ સી.આર.પાટીલ સાથેની મુલાકાત સૂચક બની ગઇ છે. અહમદ પટેલ કોંગ્રેસના ચાણકય ગણાતા હતા અને તેઓ ગાંધી કુટુંબની સૌથી નજીક પણ હતા અને છેલ્લે સુધી તેઓએ કોંગ્રેસ મોવડી મંડળનો વિશ્વાસ પણ જાળવી રાખ્યો હતો અને તેમના નિધન બાદ કોંગ્રેસને ટ્રબલ શૂટર નેતાની ખોટ પણ વર્તાય રહી છે તે વચ્ચે હવે ફેઝલ પટેલ અને સી.આર.પાટીલની મુલાકાત રાજકીય વર્તુળમાં અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે. અહમદ પટેલ 1993થી 2020 સુધી ગુજરાતમાંથી રાજયસભામાં ચૂંટાયા હતા અને ર0રરની ચૂંટણી કોંગ્રેસને અહમદ પટેલ વગર લડવી પડી હતી.

Big shock in Congress politics: Ahmed Patel's son Faisal meets BJP state president Patil

તે વચ્ચે બંને ભાઇ-બહેનો ભરૂચ જિલ્લામાં તેમના પિતાની સ્મૃતિમાં ખાસ રચાયેલા ટ્રસ્ટ અને તેના મારફત અનેક સામાજિક પ્રવૃતિઓ પણ કરતા હતા અને લાંબા સમયથી તેમની રાજકીય ભૂમિકા અંગે પણ અટકળો લગાવાતી હતી. ફેઝલ પટેલે અગાઉ ટવીટ કરીને કોંગ્રેસ મોવડી મંડળ પ્રત્યે નારાજગી દર્શાવી હતી તેમ છતાં પણ મોવડી મંડળે અહમદ પટેલના બંને સંતાનો પ્રત્યે કોઇ રસ ન દાખવતા અંતે હવે તેઓ ભાજપ ભણી જાય તેવા સંકેત છે. ખાસ કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ આદિવાસી વિસ્તારોમાં ભાજપને થોડી ચિંતા છે અને ભરૂચ અને તેની આસપાસના મુસ્લિમ વોટર્સ પણ પટેલ ફેમીલીનો પ્રભાવ છે. જોકે અહમદ પટેલના સંતાનોને ભાજપમાં લેવાઇ તો પણ તેઓ સામે પક્ષના કેટલાક નેતાઓ નારાજગી વ્યકત કરે તેવી પણ શકયતા છે. એક તબકકે ફેઝલ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઇ તેવા સંકેતો હતા પરંતુ તે બાબત આગળ વધી ન હતી અને હવે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ જે રીતે તમામ બેઠકો ઉપર વધુ મજબુત સ્થિતિ માંગી રહ્યું છે તેથી અહમદ પટેલના સંતાનોની ભાજપ એન્ટ્રી શકય બની શકે છે. અહમદ પટેલના પુત્રએ સી.આર.પાટીલ સાથેની મુલાકાત અંગેની તસ્વીરો પણ વાયરલ કરી હતી.

Advertisement

Trending

Exit mobile version