Bhavnagar

તોડકાંડ : ભાવનગર પોલીસે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલ પાસેથી રૂ.38 લાખ રીકવર કર્યા

Published

on

બરફવાળા

ભાવનગરના ચકચારી ડમીકાંડ બાદ બહાર આવેલ તોડ કાંડમાં પોલીસે આજે યુવરાજસિંહ જાડેજા ના સાળા કાનભા ગોહિલ પાસેથી રૂ.38 લાખ રિકવર કર્યા હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ બહુ ચર્ચા ભાવનગરના ડબીકાંડને પગલે તોડકાંડ પણ બહાર આવેલ છે જેમાં પોલીસે યુવરાજસિંહ જાડેજા સહિત ના રૂ.1 કરોડ ની ખંડણી માંગ્યા ની પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે યુવરાજસિંહ ની ધરપકડ કર્યા બાદ તેના સાળા કાનભા ગોહિલ ની સુરત થી ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસ પોલીસે કાનભા ગોહિલ પાસેથી રૂ.38 લાખ રિકવર કર્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. ભાવનગર પોલીસે યુવરાજસિહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ.35 રહે આશાપુરા કુપા નંબર 12/17 સ્ટેશન પ્લોટ રામનાથ હોસ્પીટલ સામે ગોર્ડલ જી.રાજકોટ હાલ દેહગામ વ્રજગોપી સોસાયટી 39 નંબરનુ મકાન ગાંધીનગરવાળા)ને તા.22/4 ના રોજ ધરપકડ કરેલ અને અને તેના તા.29/4 ના કલાક 17/00 સુધી ના રીમાંડ મેળવી જીણવટ ભરી પૂછપરછ હાથ ધરેલ છે.

Bhavnagar police recovered Rs 38 lakh from Yuvraj Singh's brother-in-law Kanbha Gohil

આ અંગે પોલીસના જણાવ્યા મુજબ આ તપાસ ના કામે આરોપી યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ ના સાળા ક્રુષ્ણરાજસિહ ઉર્ફે કાનભા ઉર્ફે પપ્પુભાઇ યુવરાજસિહ ગોહીલ ને તપાસ દરમિયાન સુરત મુકામે થી લાવી પુછપરછ કરવામાં આવેલ અને પુરાવા આધારીત તેને તા.ર3/4 ના અટક કરવામા આવેલ અને ઘનીષ્ઠ પુછપરછ દરમીયાન તેને પોલીસ સમક્ષ કબુલાત આપેલ કે આ કામે પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. તથા પ્રદીપ બારૈયા પાસેથી તેઓએ ધનશ્યામ લાધવા તથા બીપીન ત્રીવેદી મારફતે જે એક કરોડ રૂપીયા બળજબરીથી કઢાવવા પોતાના ભાઇ શીવભદ્રસિહ ઉર્ફે શીવુભાની ઓફીસે તેમનુ નામ યુવરાજસિહ જાડેજાની તા.5/4/2023 ની કોન્ફરન્સ મા ડમી ઉમેદવાર કાંડમા નહી જાહેર કરવા માટે ડીલ નકકી કરેલ અને તેમનીપાસે થી યુવરાજસીહ ની સુચનાથી સ્વીકારેલ તે પૈકી ના રૂ. શિવુભાએ તા.12/04/2023 ના રોજ તેમના મીત્ર જીત હીતેન્દ્રભાઇ માંડવીયા રહે. રૂપાણી સર્કલ ભાવનગરખાતે તેના રહેણાંકી ફલેટ મા એક બેગ માં તાળુ મારી મુકેલાની હકીકત આપતા તે પ્રમાણે પંચો રૂબરૂ સદરહુ જગ્યાએ આરોપી કાનભાના બતાવ્યા પ્રમાણે તે કાઢી આપતા સદરહુ બેગ માથી રૂપીયા 38,00,000/- (આડત્રીસ લાખ) રીકવર કરવામા આવેલ છે. તેની વિશેષ પુછરપરછ દરમિયાન તથા તપાસ દરમિયાન એવુ પણ જાણવા મળેલ છે કે આ રૂ. એક કરોડ બળજબરીથી કઢાવી આપવા મધ્યસ્થી ની ભુમીકા કરનાર ધનશ્યામ લાધવા તથા બીપીન ત્રીવેદીને કમીશન પેટે દસ ટકા લેખે રૂપીયા દસ લાખ જે બંને ના ભાગે પાંચ-પાંચ લાખ રૂપીયા આરોપી શિવભદ્રસિહ ઉર્ફે શિવુભા ગોહીલ આપેલા છે .આ બંને કમીશન પેટે બંને આરોપીઓ (1) ઘનશ્યામભાઇ મહાશંકરભાઇ લાધવા રહે. શીવમ અમૃત -4 ટોપથી પાસે ભાવનગર (2) બીપીનભાઇ પોપટભાઇ ત્રીવેદી રમણા રહે. સિદસર રોડ બ્રહ્મ ક્ષત્રિય ક્ધયા છાત્રાલય પાસે ભાવનગર મુળ.દેવગાણા ભોજપરા વિસ્તાર તા.શિહોર વાળાઓ હાલ તા.29/4/2023 સુધીના રીમાંડ ઉપરહોય તેમની પાસેથી રીકવર કરવાની તજવીજ ચાલુમા હોવાનું જણાવ્યું છે.

Trending

Exit mobile version