Bhavnagar
ભાવનગર તોડકાંડ : યુવરાજસિંહના સાળા શિવુંભાએ સરેન્ડર કરીને કહ્યુ, ‘આ આખું રાજકીય ષડ્યંત્ર છે’
બરફવાળા
યુવરાજસિંહના સાળા શિવુંભા પોલીસ સમક્ષ હાજર, કહ્યુ, આ આખું રાજકીય ષડ્યંત્ર છે, રાજકીય સેટઅપ મુજબ યુવરાજસિંહને ફસાવવાનું કાવતરું, પોલીસ દ્વારા નવો ધમધમાટ…..
ભાવનગર ના ડમી કૌભાંડ માં તોડ કાંડ મામલે યુવરાજસિંહના સાળા શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભા ગોહિલ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત બનેલા ભાવનગરના ડમીકાંડ ને પગલે તોડ કાંડ નો નવો ફણકો ફુટતા ડમી કાંડ ને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા સહિત સામે રૂ.1 કરોડ ની ખંડણી માંગ્યાની પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે યુવરાજસિંહ અને તેના એક સાળા કાનભા ગોહિલ ની ધરપકડ કરી છે. આ સાળા- બનેવી બંને રિમાન્ડ ઉપર છે. ત્યારે આજે સવારે યુવરાજસિંહ ના બીજા સાળા શિવ ભદ્રસિંહ ઉર્ફે શિવુભા ગોહિલ ભાવનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થયા હોવાનું જાણવા મળેલ છે. ભાવનગરના ડમી કૌભાંડમાં પકડાયેલા યુવરાજસિંહના સાળા શિવભાએ તેની ઓફિસનું ડીવીઆર બદલાવી નાંખ્યાનો દાવો કરી ઉંડી તપાસ આદરી છે.
શિવભા ગોહિલે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, આ રાજકીય ષડયંત્ર છે. યુવરાજસિંહને આટલા વર્ષોથી જે બહાર લાવે છે તેને ચૂપ કરાવવાનું કાવતરું છે. ગયા વર્ષે એપ્રિલમાં પણ આવું જ થયું હતુ. યુવરાજસિંહ વાઘેલાના સાળા કાનભા ગોહિલના મિત્ર પાસેથી 38 લાખ રૂપિયા મળી આવ્યા છે. તે અંગે તેમણે જણાવ્યું કે, આ રાજકીય સેટિંગ છે અને તેના માટે તે વ્યક્તિને ફોસલાવામાં આવ્યો છે અને આ રાજકીય કાવતરું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ અંગે અમે તેમને મળેલા છે પરંતુ પૈસાની કોઇ લેતીદેતી નથી. યુવરાજસિંહને ફસાવવા માટે આ આખું સેટિંગ કરેલું છે. કાનભા પાસેથી જે રૂપિયા મળ્યા છે તે રાજકીય સેટઅપ યુવરાજસિંહને ફસાવવા માટેનું છે. યુવરાજસિંહે કે કોઈ પૈસા લેવાનું કહ્યું નથી આ રાજકીય ષડયંત્ર છે, પૈસા સેટઅપ કરવા ચણા-મમરા જેવી વાત છે, યુવરાજસિંહને ચુપ કરાવવા માટેનું આ કાવતરું છે.