Bhavnagar

ભાવનગર ; AAPના નેતાની અરજી મામલે જીતુ વાધાણીને હાઈકોર્ટનું તેડું

Published

on

કુવાડિયા

ચૂંટણી સમયે વાયરલ થયેલી પત્રિકાઓ મુદ્દે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ ; વિઘાનસભાની ચૂંટણી સમયે AAPના ઉમેદવાર રાજુ સોલંકીના નામે વાઘાણીને સમર્થન આપતી પત્રિકાઓ વહેંચાઈ હતી ; AAPના નેતા રાજુ સોલંકીની અરજી પર આગામી 21મી એપ્રિલે યોજાશે સુનાવણી

ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ જીતુ વાઘાણી સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વેચવા મામલે હાઈકોર્ટે 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલ્યુ છે. આ અરજીમાં જીતુ વઘાણી પર ભાજપને સમર્થન આપતી ખોટી પત્રિકાઓની વહેંચણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી આગામી 21 એપ્રિલના રોજ યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. તે છતાંય ભાજપને આ વખતે 156 બેઠકો પર જીત મળી છે. ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ આજે ભાજપના નેતાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરના ભાજપના ધારાસભ્ય જીતુ વાધાણીને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું છે.

Bhavnagar; High Court appeal to Jitu Vadhani regarding AAP leader's petition

ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપના ઉમેદવાર રાજુ સોંલકીના પોસ્ટર વાયરલ થયા હતા. જે બાદ રાજુ સોંલકી દ્વારા સમગ્ર બનાવને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે હાઈકોર્ટમાં આજે કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જીતુ વાઘાણીને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું છે.
ચૂંટણી દરમિયાન વાયરલ થયેલા પોસ્ટરમાં લખ્યું હતું કે, જાહેર સમર્થન હું રાજુભાઈ સોલંકી મેં પશ્વિમ વિધાનસભા ઉમેદવારી કરી છે અને, હું મારૂ સંપૂર્ણ સમર્થન આપણા લોકલાડીલા ધારાસભ્ય જીતુ વાધાણીને કરું છું, અને જ્ઞાતિના ભેદભાવને પર રહી આપણ સૌ વિકાસના કાર્યોને મત આપીએ તેવી વિનંતી કરૂં છું, તમારો મારા પ્રત્યનો પ્રેમ અને લાગણીના સ્વરૂપે જીતુભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવો તેવી પ્રાર્થના. આવી ખોટી ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વેચવા મામલે હાઈકોર્ટે 21 એપ્રિલે જીતુ વાધાણીને કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલ્યું છે.

Advertisement

Trending

Exit mobile version