Politics
શતમ્ જીવમ્ શરદ : પૂર્વ શિક્ષણમંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીનો આવતીકાલે 11 સપ્ટેમ્બરે જન્મદિન, અનેક સેવાકીય કાર્યો સાથે ઉજવાશે
શતમ્ જીવમ્ શરદ : પૂર્વ શિક્ષણમંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીનો આવતીકાલે 11 સપ્ટેમ્બરે જન્મદિન, અનેક સેવાકીય કાર્યો સાથે ઉજવાશે
‘શંખનાદ’ પરિવાર દ્વારા પૂર્વ શિક્ષણમંત્રી અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીને જન્મદિનની અઢળક શુભકામના, પોતાના જન્મ દિવસે અનેકો સેવાકીય કાર્યો કરીને સેવાની જ્યોતને પ્રજ્વલિત કરશે, વડાપ્રધાન અન કેન્દ્રીય ગૃહમંત્રી, અને પ્રદેશ પ્રમુખ સહિતના મહાનુભાવોએ વાઘાણીને જન્મદિનની શુભકામના પાઠવી, જીતુ વાઘાણી સેવાની જ્યોતને કરશે પ્રજ્વલિત…
કુવાડીયા
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “જનસેવા એ જ સેવા ” છે. માનવ કલ્યાણના કાર્યો કરવા માટે ક્યારેય હોદ્દાની હોતી નથી. જરૂર છે માત્ર જન સેવા યજ્ઞનો પ્રારંભ કરવા માટેની ઉન્નત ભાવનાની. બસ એકવાર તમે સમર્પણ ભાવથી જન સેવાની શરૂઆત કરો છો ત્યારે તમારા આ સેવાયજ્ઞમાં આપોઆપ લોકો જોડાતા રહે છે અને ટૂંક સમયમાં જ આ સેવાયજ્ઞ નો છોડ જનકલ્યાણ નું વટવૃક્ષ બની જાય છે. આવો જ સેવા યજ્ઞ પૂર્વ શિક્ષણમંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ચલાવાય છે. અને જનકલ્યાણ માટે ના સેવા કાર્યોની સુવાસ ફેલાવી રહ્યા છે. પૂર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિન નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં ભોજન વિતરણ કરવામાં આવશે. જીતુભાઈ વાઘાણીના જન્મદિન આવતીકાલે 11/09/2024 બુધવાર ના રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે ભાવનગર શહેરની વિવિધ સાત સંસ્થાઓમાં સામાજિક સંસ્થાઓના દિવ્યાંગ બાળકો, વૃધ્ધજનો, રક્તપિત કોલોની વિગેરે સંસ્થાના કુલ 1100 લોકો માટે ભોજન સંભારંભ થશે. શ્રી જીતુભાઈ વાઘાણીના પરિવાર તરફથી લોકોને બેતાળા નંબરના ચશ્મા આપવામાં આવશે. પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી શ્રી જીતુભાઈ વાઘાણીના જન્મ દિવસ નિમિતે તા:- 11/09/2024 બુધવારે સવારે-9.00 થી 12.00 માં ફુલસર ગામ રામાપીરબાપા મંદિરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ સેવા આપશે. અને જ્યારે શ્રી તાપીબાઈ આર્યુવેદિક હોસ્પિટલના તબીબો મારફત હઠીલા રોગો, વા, સંધિવા, આમવાત, અપચો, અમ્લપિત, કબજિયાત, ચામડીના રોગો તથા એલર્જીના રોગો, બાળ રોગોની વિશેષ આર્યુવેદિક સારવાર તેમજ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવશે અને વાઘાણી પરિવાર દ્વારા બેતાળા નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવશે. આ મેડીકલ કેમ્પમાં શહેરના શ્રેષ્ઠીઓ, ઉધોગપતિઓ, વેપારીઓ, ડાયમંડ ક્ષેત્રના વેપારીઓ, રાજકીય આગેવાનો ,સામાજીક આગેવાનો, વિવીધ જ્ઞાતિના આગેવાનો ,પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. લોકોને આ નિશુલ્ક મેડીકલ કેમ્પનો બોહળો લાભ લેવા વાઘાણી પરિવાર અનુરોધ કરે છે.
જીતુ વાઘાણીની રાજકારણમાં શિક્ષણપ્રધાન સુધીની સફર
ભાવનગરના પૂર્વ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીનો જન્મ 1970માં વરતેજ ગામે થયો હતો. જીતુ વાઘાણીના પિતા સ્વ સવજીભાઈ વાઘાણી જમીન વિકાસ બેંકમાં મેનેજર હતા. નાનપણથી શ્રીમંત અને શિક્ષિત પરિવારમાં મોટા થયા અને એલ એલ બી સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. જીતુ વાઘાણીના લગ્ન સંગીતા સાથે થયા હતા. જીતુ વાઘણીને પરિવારમાં માતા મંજુલાબેન, મોટાભાઈ ગીરીશભાઈ અને બહેનો છે. જીતુ વાઘાણીને એક પુત્ર મિત અને એક પુત્રી ભક્તિ છે. પોતાની સૂઝબૂઝ અને મહેનતે તેઓ આગળ વધ્યા અને રાજકારણમાં શિક્ષણપ્રધાન સુધીની સફર ખેડી છે.
સંગઠનમાં એન્ટ્રી અને રાજકારણમાં આગમન
પૂર્વ શિક્ષણપ્રધાન અને ધારાસભ્ય જીતુ વાઘાણી અમરેલીમાં શિશુકલથી શિક્ષણ મેળવતા હતા. નાનપણથી તેઓ સાયકાળે થતી શાખાના સ્વયંસેવક હતા. હાઈસ્કૂલમાં આવતાની સાથે પોતાની સૂઝબૂઝ પ્રમાણે વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. કોલેજમાં આવતાની સાથે નેતૃત્વમાં માનતા જીતુ વાઘાણીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને પોતાની ઈચ્છા પ્રમાણે આગળ વધ્યા હતા. કોલેજ કાળમાં તને સેનેટ સભ્ય એબીવીપીના કાર્યકર્તા તરીકે બનાવવામાં આવ્યા હતા. સેનેટ સભ્ય તરીકે તેમને વિદ્યાર્થીઓના કામ કરવાનો પ્રારંભ કર્યો અને લોકોમાં પ્રિય બનતા ગયા હતા.
રાજનીતિમાં આવીને પહેલું કામ શું કર્યું
ભાવનગરમાં પ્રથમ જીતુ વાઘાણીને કોલેજકાળમાં સેનેટ સભ્યની ઉપાધી મળી હતી. આ દરમિયાન તેમને વિદ્યાર્થી હિતમાં કાર્યો કર્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપ યુવા મોર્ચાના 1990માં સહપ્રધાન બન્યા હતા. 1992 માં ફરી યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય બન્યા અને 1993 માં યુવા મોર્ચા ભાજપમાં પ્રમુખ તરીકે આવ્યા હતા. 1995માં નગરપરથમીક શિક્ષણ સમિતિમાં સભ્ય બન્યા હતા. 1998માં ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેકટર, 1999માં શહેર ભાજપમાં મહાપ્રધાન, 2003માં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોર્ચા પ્રમુખ, 2009 ગુજરાત પ્રદેશ ભાજપમાં પ્રદેશમંત્રી, પશ્ચિમ વિધાનસભમાં 2012માં ચૂંટાઈ આવીને આજ દિવસ સુધી પશ્ચિમ બેઠક પર ધારાસભ્ય તરીકે છે.
ક્યાં ક્યાં મોટા કામો કર્યા જીતુ વાઘાણીએ અને ક્યારે
પૂર્વ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી નેતૃત્વમાં માનનારા હોવાથી કોલેજકાળથી લોકોના કામો કરતા આવ્યા છે. ત્યારે ધારાસભ્ય બન્યા બાદ તેમને પશ્ચિમ વિધાનસભામાં મકરસંક્રાંતિએ નગર પ્રાથમીક શાળાઓમાં બાળકોને દર વર્ષે 1.25 લાખ પતંગોનું વિતરણ શરૂ કર્યું જે આજે પણ ચાલુ છે. ત્યાર બાદ તેમણે દશેરા નિમિતે શહેરના પશ્ચિમ વિધાનસભામાં રાવણદહનનો બીજો કાર્યક્રમ શરૂ કર્યો હતો. ઇતિહાસમાં પ્રથમ વખત ભાવનગરના જન્મ દિવસે તેમને ત્રિદિવસીય રંગારંગ ઉજવણી કાર્યક્રમ શરૂ કર્યો હતો. પોતાના જન્મ દિવસે પુસ્તક મેળો અને તબીબી કેમ્પો દરેક વોર્ડમાં શરૂ કર્યા જે અવિરત ચાલુ છે. આ સિવાય તેમને ફલાય ઓવરનું કામ શરૂ કરાવ્યું જે હજુ ચાલુ છે. પોરના મત વિસ્તારમાં પાણી, ગટર અને રોડના મોટાભાગના કામો કર્યા છે.
અગ્રણી નેતા તરીકે સ્થાપિત થયા રાજકારણમાં
પૂર્વ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી નાનપણથી નેતૃત્વ કરવામાં માનતા હતા. જીતુ વાઘાણીને સમાજ સેવા, વાંચન, પ્રવાસ અને વોલીબોલ શોખ હતો. સમાજ સેવામાં શોખ હોવાથી 1990માં ભાજપ યુવા મોરચામાં સહપ્રધાન બન્યા ત્યારથી અગ્રણી નેતા તરીકે આગળ ધપ્યા અને ધીરે ધીરે તેઓ આજે શિક્ષણપ્રધાન સુધી પોહચ્યા છે. જીતુ વાઘાણીના કામો અને નેતૃત્વના પગલે તેમની ઓળખ ઉભી થઇ છે.