Bhavnagar

રાજસ્થાનમાં કમળ ખિલવવા ધારાસભ્ય જીતુ વાઘાણીનો પૂરજોશમાં પ્રચાર

Published

on

કુવાડીયા

  • રાજસ્થાનના સિવાયા વિધાનસભા મતશેત્રના અનેક ગામોમાં જીતુ વાઘાણીએ સભાઓ ગજવી, ભાજપની વિવિધ સંગઠનાત્મક બેઠકોમાં ભાગ લીધો, અશોક ગેહલોતના ગઢમાં વાઘાણીનો ઝંઝાવતી પ્રચાર

ચાલુ વર્ષના અંતમાં યોજાનારી પાંચ રાજયોની ધારાસભા બેઠકની ચુંટણીમાં ભાજપે પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજસ્થાન ચૂંટણીમાં કમળ ખિલવવા ધારાસભ્ય જીતુ વાઘાણીનો પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ થયો છે. આવનારા દિવસોમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાવનગરથી ધારાસભ્ય જીતુ વાઘાણી પણ ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન પહોંચ્યા છે. રાજસ્થાનમાં હાલ ચૂંટણી પ્રચાર તેજ ચાલી રહ્યો છે. ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી રાજસ્થાન પ્રચાર કરી રહ્યા છે.

Kamal Khilwawa MLA Jitu Vaghani is campaigning in full swing in Rajasthan

ધારાસભ્ય જીતુ વાઘાણી રાજસ્થાનના બાલોતરા જિલ્લાના સિવાયા વિધાનસભામાં ભાજપની વિવિધ સંગઠનાત્મક બેઠકોમાં ભાગ લઈ બુથ બેઠકો, બુથ પ્રમુખ સાથે બેઠક, શક્તિકેન્દ્ર પ્રમુખ સાથે બેઠક, ગામના આગેવાનો સાથે બેઠક,  પિરચય બેઠક, જુથ બેઠકો, વિવિધ સામાજિક અગ્રણીઓ સાથે બેઠકોમાં ભાગ લઈ રહયા છે. ત્યારે ઉદય વાઘાણીએ રાજસ્થાન ખાતે બાલોતરા જીલ્લાના સિવાયા વિધાનસભા બેઠકમાં સભા સંબોધન કરતા જણાવ્યું હતું કે જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દીનદયાલ ઉપાધ્યાયથી શરૂ કરી ભાજપના પ્રથમ અધ્યક્ષ અટલબીહારી બાજપાયીજી જેવા અનેકાનેક ત્યાગી, તપસ્વી, પ્રતાપી અને પરાક્રમી પુર્વજોએ ગુજરાત અને દેશ માટે પોતાની જાતને સમર્પણ કરી  અનેક યાતનાઓ ભોગવી અવિરત સંઘર્ષ અને અનેક આંદોલનો ધ્વારા 11 કાર્યર્ક્તાથી સ્થાપના કરવામાં આવેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડૃાના નેતૃૃત્વમાં 20 કરોડથી વધુ સભ્યો સાથે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે તેના આપણે કાર્યર્ક્તા છીએ, તેનું આપણને ગૌરવ છે.

Kamal Khilwawa MLA Jitu Vaghani is campaigning in full swing in Rajasthan

ભારતના સર્વાગિ વિકાસની સાથે વિશ્ર્વમાં દેશનું ગૌરવ વધી રહયું છે. ત્યારે આવા સમયે ભાજપને બદનામ કરવા કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દેશમાં અનેક અલગતાવાદી પરીબળો સાથે મળી જ્ઞાતિવાદ, કોમવાદ, નક્સલવાદ અને આતંક્વાદ જેવા મુદૃાઓને જોરશોરથી ઉતેજન આપી રહયા છે.ત્યારે સતાલોલુપ માનસિક્તા ધરાવનારા લોકો ભાજપનો વિરોધ કરે ત્યા સુધી સમજી શકાય પરંતુ વંદે માતરમ અને ભારત માતા કી જય નો પણ વિરોધ કરીને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દેશવિરોધી તાકાતોને બળ આપી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યર્ક્તા પાર્ટીની પંચનિષ્ઠા એટલે કે સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ, સામાજીક સમરસતા, લોક્તંત્રમાં અતૂટ વિશ્ર્વાસ, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારીત રાજનિતીને લક્ષમાં રાખી લોકોની વચ્ચે કાર્યરત છે. આ પ્રચાર-પ્રસાર દરમ્યાન ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ર્ચિત કરવાનો નિર્ધાર વ્યક્ત ર્ક્યો હતો

Trending

Exit mobile version