Bhavnagar

ભાવનગર ડમી કાંડ: યુવરાજસિંહનું સ્વાસ્થ્ય ‘લથડયું’ પોલીસ સમક્ષ હાજર થવા 10 દિ’નો સમય માંગ્યો

Published

on

બરફવાળા

વધુ પુરાવા-માહિતી આપવાની પણ તૈયારી હતી : યુવરાજસિંહના પત્નીએ ટવીટ કરી માહિતી આપી : યુવરાજસિંહ સામે પણ આક્ષેપો થયા હતા

ગુજરાતમાં પેપરલીક બાદ સરકારી નોકરીમાં ભરતીમાં ડમીકાંડનો પર્દાફાસ કરનાર યુવરાજસિંહને આજે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવા પાઠવવામાં આવેલા સમન્સમાં અચાનક જ યુવરાજસિંઘનું સ્વાસ્થ્ય લથડતા તેણે હવે પોલીસ સમક્ષ હાજર થવા 10 દિવસનો સમય માંગ્યો છે.

Bhavnagar Dummy Scandal: Yuvraj Singh's health 'deteriorated', seeks 10 days to appear before police

પોલીસે આ ડમી કાંડની તપાસ ચાલુ કરી છે અને ભાવનગર જીલ્લામાંથી અનેકની ધરપકડ કરી છે અને તેમાં હવે યુવરાજસિંહે ડમી પરીક્ષા આપનારના કેટલાક નામો છુપાવીને મોટી રકમનો ‘તોડ’ કર્યો છે તેવા આક્ષેપ તેના જ એક પુર્વ સાથીદાર દ્વારા કરવામાં આવતા ભાવનગર પોલીસે તે અંગે પુછપરછ કરવા યુવરાજસિંહને હાજર થવા સમન્સ પાઠવ્યું હતું અને યુવરાજસિંહે પણ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ પોલીસને વધુ નામ અને અન્ય માહિતી આપશે પણ અચાનક જ યુવરાજસિંહના સભ્યો ટવીટ કરીને યુવરાજસિંહનું સ્વાસ્થ્ય યોગ્ય નહી હોવાથી પોલીસ સમક્ષ હાજર થવા 10 દિવસનો સમય માંગ્યો છે. હવે પોલીસ તેમાં કેટલો સમય આપે છે તેના પર સૌની નજર છે. યુવરાજ પર આરોપ છે કે તેણે રૂા.45 લાખ લઈને એક ‘ડમી’નું નામ છુપાવ્યુ હતું અને તેમાં હવે પોલીસ તપાસ કરશે.

Advertisement

Exit mobile version