Bhavnagar
ભાવનગરમાં અર્હમ યુવા-સેવા ગૃપ દ્વારા 1 હજાર પાણીના કુંડા, ચકલીના માળા અને ફીડર ઘરનું વિતરણ કરાયું
દેવરાજ
ગરમીમાં ઠંડક આપવાનો પ્રયાસ
ભાવનગરની જાણીતી સેવાભાવી સંસ્થા અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા વર્તમાન ઉનાળાના સમયમાં પક્ષીઓની કાળજીને લઈ પુણ્યફળનુ ભાથું બાંધી શકે એવાં ઉમદા હેતુ સાથે નિ:શુલ્ક ચકલીના માળા તથા પાણીના કુંડાનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. ઘર આંગણાના વિલુપ્ત થતાં પક્ષીઓનો બચાવવા પ્રયત્ન જૈન શાસન સમ્રાટ નમ્રમૂનિ મહારાજની પ્રેરણાથી ભાવનગર શહેર સ્થિત અર્હમ યુવા-સેવા ગૃપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ જીવદયાના ઉમદા હેતુ સાથે સંસ્થાના દસ સભ્યોએ સાથે મળી શહેરના આતાભાઈ ચોક સ્થિત જોગસપાર્ક તથા પાણી ટાંકી પાસે ખાતે વિનામૂલ્યે ચકલીના માળા તથા પાણીના કુંડાનુ વિતરણ કર્યું હતું તથા ઘર આંગણાના વિલુપ્ત થતાં પક્ષીઓને નાનકડા પ્રયત્નો થકી બચાવવા ભાર પૂર્વક અપીલ કરી હતી,ચકલી ઘર તેમજ કબૂતર માટે પાણી ના કુંડા વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું,
જેમાં 1000 કુંડા અને ચકલી ઘર 1000 તેમજ ફીડર ઘર 500 જેટલા વિતરણ કરવામાં આવ્યા હતા, બારેય મહિના અબોલ પક્ષીઓ ને ઘર તેમજ પશુઓ ને આવનાર ઉનાળાના ધમધોખતા તાપમાં પાણી મળી રહે, ચકલી એ એક એવું પક્ષી છે જે કોઈ પણ ઝાડ પર કે અન્ય સ્થળો પર પોતાનો માળો બનાવી શક્તિ નથી જેથી તેમનું જતન જરૂરી છે. ચકલી ઘર તેમજ કબૂતર માટે પાણીના કુંડા વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યને સફળ બનાવવા અર્હમ યુવાસેવા ગૃપના સમીરભાઈ, નિલેશભાઈ, જયેશભાઇ, રાજુભાઈ, રીંન્કુબેન, કલ્પાદીદી, બીજલદીદી, ડિમ્પલદીદી, સ્વિટીબેન તથા અમીદીદી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.