Bhavnagar
ભાવનગરના અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ફુલ સ્કેટ બુકનું વિતરણ
ભાવનગરના અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે શહેરના કાળુભા રોડ પર વિદ્યાર્થીઓને રાહત દરે ફુલ સ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ગ્રુપના સમીરભાઈ, નિલેશભાઈ, હાર્દિકભાઈ, જયેશભાઈ, પરાગભાઈ, તરંગભાઈ, રાજુભાઈ, યોગેશભાઈ, ધાર્મિકભાઈ, રીન્કુબહેન, બીજલબહેન, તૃપ્તિબહેન, અમીબહેન ડિમ્પલબહેન,સ્વીટીબહેન સહિતના જોડાયા હતા. ગ્રુપ દ્વારા આજે ૪૦ હજાર ફુલસ્કેપ બુકનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.