Sihor

વિશ્વ ચકલી દિવસ ; સિહોર યુવા યુગ પરિવર્તન દ્વારા નિઃશૂલ્ક માળા-કુંડાનું વિતરણ કરાયું

Published

on

દેવરાજ

ચકલીના રક્ષણ સંવર્ધન માટે ઈ.સ. 2010થી થતી ઉજવણી : યુવા યુગ પરિવર્તન સંસ્થા કરે છે નિઃશૂલ્ક માળા અને કુંડાનું વિતરણ

સિહોર – શહેરીકરણ, ગીચતા, બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરકન્ડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતી જતા તા. 20 માર્ચ 2010થી ઉજવાતો વિશ્વ ચકલી દિવસ દર વર્ષની 20મી માર્ચે ઉજવાય છે આ નિમિત્તે સિહોર સાથે જિલ્લામાં અનેક સ્થળે ચકલીઓ માટે પુંઠા,ગરબા વગેરેથી બનાવેલા માળા તથા પાણીના કુંડાનું નિઃશૂલ્ક વિતરણ થતા હોય છે ત્યારે સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા વિશ્વ ચકલી દીને માળા વિતરણ તથા લગાવવાનું કાર્ય કરાયું હતું

World Sparrow Day; Free Mala-Kunda was distributed by Sihore Yuva Yuga Paramyan

હર હમેશ સેવાકીય કાર્યોમાં યુવાયુગ પરિવર્તન સંગઠનનું નામ મોખરે હોય ત્યારે ગરીબો ને ધાબળા વિતરણ, અનાજ વિતરણ, મૂંગા ઢોરને નિરણ, પશુ માટે પીવાના પાણીની ટાંકી વગેરે અગણિત કાર્યો કરનાર આ ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દીને શહેરની વિવિધ સોસાયટીમાં માળા લગાવવામાં આવ્યા હતા અને વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમ માં પ્રમુખ સહિત સંગઠનના કાર્યકરો જોડાયા હતા.

Advertisement

Trending

Exit mobile version