Sihor

સિહોર રેલવે સ્ટેશન સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો શિવકથાનું રસપાન કરી રહ્યા છે

Published

on

પવાર

સિહોર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ જે. આર વોરા ની વાડી સોસાયટી ખાતે આવેલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ગોપી મહિલા મંડળ,ગણેશ મિત્ર મંડલ (રેલ્વે સ્ટેશન), તેમજ આર જે વોરા વાડી ના સોસાયટી ભકતજનો ના સયુંકત ઉપક્રમે શિવ કથાનું નું આયોજન તા ૭/૧/૨૩/ થી તા.૧૫/૧/૨૩ સુધી શિવ કથાનું આયોજન થયેલ છે

ચમારડી પાસે આવેલ થાપનાથ મહાદેવ મંદિર યુવા વક્તા શ્રી પરેશગિરી બાપુ ગૌસ્વામી દ્વારા શિવ કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. શિવ વિવાહ ભવ્ય રીતે ડી.જે ના તાલ સાથે અને ફટાકડા ની આતશબાજી સાથે શોભાયાત્રા નીકળી હતી શિવકથા માં બહોળી સંખ્યામાં શ્રોતાજનો રસપાન કરી રહ્યા છે

Exit mobile version