Sihor

સિહોરના શિવશકિત સોસાયટી ખાતે યુવા કથાકાર શ્રી પરેશબાપુ ગૌસ્વામીની શિવકથાનો લાભ લોકો લઈ રહ્યા છે

Published

on

પવાર
સિહોર ખાતે આવેલ શિવશકિત સોસાયટીના શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર પાછલ આવેલ માધવાનંદ વાળા રેસીડેન્ટ ની સામે આવેલ સંકુલમાં ચમારડી વાળા યુવા વક્તા શ્રી પરેશગીરીબાપુ ગૌસ્વામી (થાપનાથ મહાદેવ) દ્વારા આયોજીત ચૈત્રમાસના પુણ્ય દિવસે શિવકથા મહોત્સવ અંતર્ગત શિવમહાપુરાણ કથાનું આયોજન તા.૨૨/૩/૨૩ ના રોજ પ્રારંભ થયેલ ભગવાન શિવજી ની પોથીયાત્રા ભીમાભાઇ ગેમાભાઈ કોતર (આહીર) ના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થયેલ તેમજ શિવકથા રસપાન બપોરે 3.30 થી 6.60 સુધીથશે.આ શિવકથા નું આયોજન શિવશકિત સોસાયટી, બાપા સીતારામ મઢુલી ગ્રુપ ભક્તો,શ્રીજી નગર,કૈલાસનગર, કેશવપાર્ક,પુનિત નગર, વૃંદાવન સોસાયટી,પીપળીયા નહેર સહિત ના ભકતજનો દ્વારા ખાસ શિવકથા મહોત્સવ આયોજન પ્રસંગે યુવા વક્તા શ્રી પરેશગીરી બાપુ એ શિવ મહિમા નું રસપ્રદ કથાને લઈ શ્રોતાજનો ને રસબોળ ભક્તિમય વાતાવરણ ને લઈ શિવશકિત મય બન્યું હતું.

Young Storyteller Shri Pareshbapu Gauswami's Shiva Katha is being taken advantage of by people at Sihore's Shiva Shakit Society.

આ કાર્યક્રમ માં દરરોજ વિવિધ કાર્યક્રમ સાથે શનિવાર ના રોજ નાની કુમારિકા દ્વારા વિવિધ માતાજીના વેશ ધારણ કરી હાજરો હાજર 64 જોગણી માતાજીના દર્શન કરાવ્યા હતા આ કાર્યક્રમ માં શિવશકિત સોસાયટી તેમજ વિવિધ સોસાયટી ના આગેવાનો,મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓ,તમામ રાજકીય પક્ષોના આગેવાનો,નિવૃત્ત વિવિધ વિભાગ ના ફરજ અદા કરનાર કર્મચારીઓ,ડોકટર,વકીલ,ઉદ્યોગપતિ ઓ,એન્જિનિયર,વેપારીઓ નીવૃતપોલિસ પરિવાર, વડીલો, માતાઓ,બહેનો સહિત યુવાનો સહિત આ કાર્યક્રમ ને સફળ બનાવેલ તેમજ તા.26/3ના રોજ શિવ પાર્વતી ના લગ્ન યોજાશે તો આ શિવ કથામાં શિહોર શહેરીજનો ને કથાનું રસપાન કરવા ભાવ ભર્યું આમંત્રણ આયોજક દ્વારા કરવામાં આવેલ છે

Exit mobile version