Bhavnagar

શિક્ષણિક સંસ્થાઓમાં ગરબાની રમઝટ : ભાવનગર એમ જે કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી

Published

on

શિક્ષણિક સંસ્થાઓમાં ગરબાની રમઝટ : ભાવનગર એમ જે કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી

કુવાડીયા
ભાવનગર શહેરમાં ઠેરઠેર વિસ્તારઓમાં મંડળો, સોસાયટીઓ, શેરીઓ, સોસાયટીઓ કે શિક્ષણિક સંસ્થાઓમાં નવરાત્રિ મહોત્સવના આયોજન કરવામાં આવે છે, જેમાં પાંચમા નોરતે માતાજીની આરાધના કરી રાસ ગરબા શરૂ કરવામાં આવ્યા હતા, જે અનેક વિસ્તારમાં ઠેરઠેર શેરીઓમાં ઠેરઠેર બહેનો, નાના બાળકોએ રાસની રમઝટ બોલાવી હતી. સોમવારે પાંચમા નોરતે એમ. જે. કોલેજ ઓફ કોમર્સમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી નામ સાંભળતાની સાથે જ પગ આપમેળે થનગનાટ કરવા લાગે છે. ગુજરાતીઓમાં દર વર્ષે નવરાત્રીનો અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે. એવો જ ઉત્સાહ આજે શ્રી એમ. જે. કોલેજ ઓફ કોમર્સમાં  જોવા મળ્યો હતો.જેમાં કોલેજ ના તમામ  વિદ્યાર્થીની બહેનો અને ભાઈઓ એ રાસની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમ નું તમામ આયોજન કોલેજ નાં પ્રિન્સિપાલ સાહેબે શ્રી, તથા તમામ પ્રાધ્યાપકશ્રીઓ અને વહીવટી સ્ટાફ એ કાર્યક્રમ ની જવાબદારી ઉઠાવી હતી. જેમ જેમ નવરાત્રિના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હવે અડધી નવરાત્રિ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે લોકો માં આદ્યશક્તિ જગદંબાની ભક્તિમાં લીન બન્યા છે, નવરાત્રિના નવલાં નોરતાંનું અનેરું મહત્વ છે જેમાં લોકો નવ દિવસ દરમ્યાન માની ભક્તિ તથા ખેલૈયાઓ મન મૂકી રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, અહીં ઉપસ્થિત સૌ કોઈએ રાસની રમઝટ બોલાવી હતી.

Trending

Exit mobile version