Fashion

રંગ ભીની રાધા ને લય બેઠી બાધા…

Published

on

રંગ ભીની રાધા ને લય બેઠી બાધા…


પાંચમા નોરતે સિહોરની જે જે મહેતા ગર્લ્સ સ્કૂલ પટાંગણમાં રાસોત્સવની રંગ ભરી જમાવટ, ઉપસ્થિત સૌ કોઈ ઝુમ્ય

પવાર
ખેલૈયાઓ ગોરી રાધાને કાળો કાન, તારી ચણીયા ચોળી એ જોગણીયા ઘેલા કીધા જેવા ગીતોના તાલે સિહોરની જે જે મહેતા ગર્લ્સ સ્કૂલ પટાંગણમાં રાસોત્સવમાં રાસની રમઝટ બોલાવી હતી. ભવ્ય સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયા બહેનોએ જમાવટ કરી હતી. ગઈકાલે સોમવાર એ પાંચમાં નોરતે શ્રીમતી જે. જે. મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.નવરાત્રી નામ સાંભળતાની સાથે જ પગ આપ મેળે થનગનાટ કરવા લાગે છે. ગુજરાતીઓમાં દર વર્ષે નવરાત્રીનો અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે. એવો જ ઉત્સાહ ગઈકાલે શ્રીમતી જે.જે.મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કુલ માં જોવા મળ્યો હતો.જેમાં ધોરણ 11 અને 12 ની વિદ્યાર્થીની બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી. સાથે સાથે આરતી ની થાળી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. તેમજ બેસ્ટ પર્ફોમન્સની પણ પસંદગી કરી 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતાં તથા સાથે ઈનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ નું તમામ આયોજન પ્રિન્સિપાલ દિલીપભાઈ ડાંગર તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના સુપર વાઈઝર શ્રી નિર્મલાબેન તથા તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો દ્વારા કરવા માં આવ્યું હતું અને કાર્યક્રમ  ખૂબ જ સફળ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ મન મૂકી ને ગરબાની રમઝટ બોલાવી હતી.

Trending

Exit mobile version