Sihor

કિંજલ દવેના સુરના સથવારે – રાજપરા ખોડિયારમાના આંગણે ગરબાની રમઝટ

Published

on

દેવરાજ

  • રાજપરા ખોડિયાર ખાતે ચાલી રહેલ દેવી ભાગવત સપ્તાહમાં ભવિકભક્તો સંતવાણીમાં ઉમટ્યા
  • ચાર ચાર બંગડીવાળી ….ફેમસ કિંજલ દવેનો અવાજ સિહોર પંથકમાં ગુંજયો

સિહોરના પ્રસિદ્ધ યાત્રાધામ રાજપરા ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર મંદિર મહંત પરિવારના યજમાન પદે ચાલી રહેલ દેવી ભાગવત સપ્તાહમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં કથા સાંભળવા માટે આવી રહ્યા છે. તો રાત્રી દરમિયાન વિવિધ નામી કલાકારોના સુરના સંગાથે સંતવાણી નું પણ આયોજન થઈ રહ્યું છે. ત્યારે ગઈકાલે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કિંજલ દવે દ્વારા માતાજીના ગરબા ની રમઝટ બોલાવી ઉપસ્થિત શ્રોતાજનો ને ઝુમાવ્યા હતા.

to-the-tune-of-kinjal-daves-song-the-noise-of-garba-at-the-courtyard-of-rajpara-khodiarama

જેમાં કિંજલ દવેના ગરબા ઉપર ભક્તો દ્વારા પૈસાનો વરસાદ વરસાવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતુભાઇ વાઘાણી, રાજપરા ખોડિયાર મંદિરના માલધારી સમાજના આગેવાન ભરતભાઇ મેર તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહીને સંતવાણી કાર્યક્રમ માણ્યો હતો. બહોળી સંખ્યામાં ભવિકભક્તો સંતવાણી કાર્યક્રમ માણવા ઉમટી પડ્યા હતા..

Trending

Exit mobile version