Sihor
15 દિવસથી પાણી નહી મળતા મહિલાઓ બની રણચંડી
દેવરાજ
- સિહોર ; નગરપાલિકાની સાધારણમાં સભામાં મહિલાઓનું ટોળું ઘસી જતા હોહા અને ભારે દેકારો મચ્યો
ચાલુ સાધારણ સભામાં મહિલાઓનું ટોળું ઘસી ગયુ, ચૂંટાયેલા સભ્યોના છાજિયા લીધા, મહિલાઓ ચણચંડી બની, દેકારો મચાવ્યો, નગરપાલિકાને તાળાબંધીની મહિલાઓની ચીમકી, ઉનાળાના પ્રારંભે સિહોરમાં પાણીનો પોકાર ; 15/15 દિવસથી પાણી માટે વલખા, પ્રમુખે હૈયાધારણ આપતા મામલો શાંત થયો
સિહોરની પ્રજા પાણી માટે બાપડી બની છે. ચૂંટાયેલા સભ્યો માત્ર તમાશો જુએ છે. પ્રજાની સમસ્યા લેશમાત્ર દેખાતી નથી. ઉનાળાના પ્રારંભે પાણીનો પોકાર શરૂ થયો છે. વિચારો લોકોને પ્રાથમીક જરૂરિયાત ૧૫/૧૫ દિવસ પાણી ન મળે તો ઘર પરિવારોની સ્થિતિ શુ થાય.? શહેરમાં છેલ્લા પંદર દિવસથી પાણી વિતરણથી મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ છે ઉનાળાના પ્રારંભે કારમા અને કપરા દિવસો શરૂ થઇ ગયા છે. વોર્ડ સાતમાં છેલ્લા ૧૫ દિવસથી લોકોને પાણી ન મળતા લોકોના ટોળેટોળા નગરપાલિકાએ પહોંચ્યા હતા અને સામાન્ય સભાની અંદર ટોળા ઘસી આવતા દેકારો મચ્યો હતો
સભા છોડીને ચૂંટાયેલા સભ્યો રીતસર ભાગ્યા હતા, અને સભાને પૂર્ણ કરવામાં આવી હતી નગરપાલિકાના ચૂંટાયેલા વોર્ડના સભાસદો ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે માત્ર ને માત્ર નગરપાલિકામાં ચૂંટાયેલા સભાસદો પોતાના ઘર અને બંગલા બનાવવામાં જ પડ્યા છે લોકોની શું મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓ કોઈ દૂર કરવા માટે તત્પર નથી મહિલાઓએ સીધો આક્ષેપ કર્યો હતો. અહીં મહિલાઓએ હલ્લાબોલ કરી ચૂંટાયેલા સભ્યો પર છાજિયા લીધા હતા આવતા ત્રણ દિવસમાં પાણી અમને નહીં મળે તો નગરપાલિકાની તાળાબંધી કરવાની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી હતી જોકે અહીં પ્રમુખ દ્વારા સમગ્ર મામલે હૈયાધારણા અપાતા મામલો શાંત પડ્યો હતો