Sihor

સિહોરમાં પાણીનો પોકાર ; મહિલાઓએ નગરપાલિકાને ઘેરી લીધું, હલ્લાબોલ, સૂત્રચાર, રામધૂન લીધી

Published

on

પવાર

  • પાણીની વિકટ કટોકટી સર્જાઈ તેવા ભણકારા, પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની, નગરપાલિકા જઇ હલ્લાબોલ મચાવ્યો, મહિલાઓએ પાલિકાના હેડક્લાર્ક પરેશ ભટ્ટને ઘેરી લીધા

ઉનાળાના પ્રારંભ સાથે જ ચોમેર પાણીનો પોકાર ઉઠે છે પરંતુ સિહોર શહેરમાં બારે માસ પાણીનો કકળાટ શરૂ રહે છે ત્યારે લોકોમાં પાણીના પ્રશ્ને ભારે નારાજગી ઉભી થઇ છે. સિહોર શહેરમાં આકરા ઉનાળાની શરૂઆતે પીવાના પાણીનો પોકાર શરૂ થતાં મહિલાઓને 35 ડીગ્રીના તાપમાંન પીવાના પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. પાણીની પારાયણ ઉભી થતા મહિલાઓ રણચંડી બની પંચાયત કચેરીએ ધસી જઇ હલ્લાબોલ મચાવ્યો હતો. સિહોર નગરપાલિકા વિસ્તારની જનતા છેલ્લા વર્ષોથી રામ ભરોસે હોવાનું દેખાઈ છે પ્રજા રીતસર પાણી માટે પ્રજા વલખાં મારી રહી છે.

the-cry-of-water-in-sihore-women-besieged-the-municipality-chanting-slogans-raising-slogans

આકરા ઉનાળામાં પીવાના પાણીનો પોકાર શરૂ થતાં ગામની મહિલાઓને ભર બપોરે ખરા તાપમાં પીવાના પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. આજે કેટલાક વિસ્તારની મહિલાઓ રણચંડી બની નગરપાલિકા કચેરીએ ધસી જઇ હલ્લાબોલ મચાવ્યો હતો. નગરપાલિકાના જવાબદારો વિરૂદ્ધ હાય-હાયના નારાઓ લગાવી છાજીયા લીધા હતા. ભારે સૂત્રચાર કર્યા હતા અને એક સમયે મહિલાઓએ પાલિકાના હેડક્લાર્ક પરેશ ભટ્ટને ઘેરી લીધા હતા. વર્ષોથી સિહોર શહેરની આમ જનતાને દર ઉનાળાના દિવસોમાં પાણીના એક એક બેડા માટે જ્યાં ત્યાં વલખા મારવા પડે છે છતાં સિહોર શહેરની જનતાનો આવા પ્રાણ સમાન પ્રશ્નનો પણ હલ કરવા માટે કોઇપણ સત્તાધિશો રસ નો લેવાતા આમ જનતાઓ પણ નારાજગી દાખવી રહી છે.

Trending

Exit mobile version