Sihor

પાણીનો વ્યય : સિહોર નગરપાલિકાનું નવું સૂત્ર? જળ વહાવો જીવન બગાડો

Published

on

Pvar

મોટાચોક વિકળિયા ઢાળ પાસે પાણીના વાલ્વનું રિપેરીંગ થતું નથી, સામાન્ય માણસ પાણી વહેવડાવે તો દંડની જોગવાઈ અહીંયા તો પાલિકા જ પાણી બગાડ માટે જવાબદાર, પાણીના વાલ્વમાંથી બેફામ પાણી વેડફાઈ રહ્યું છે

રાજ્ય સરકારે જળ બચાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી ‘જળ બચાવો – જીવન બચાવો’ જેવા સૂત્રો સાથે આમજનને જળનો મર્યાદિત ઉપયોગ કરવાની શીખ આપે છે પરંતુ સિહોર નગરપાલિકા તંત્રને જાણે આ સૂત્ર લાગુ પડતું ના હોય તેવો ઘાટ છે. જ્યારે પણ પાલિકા દ્વારા પાણી સપ્લાય કરવામાં આવે ત્યારે મોટાચોક વિકળિયા ઢાળ પાસે પાણી વાલ્વ ખરાબ હોવાના કારણે પાણીનો વ્યય થઇ રહ્યો છે.

Waste of water: Sihore municipality's new slogan? Flow water waste life

સ્થાનિકોના મતે આ સમસ્યા બે ચાર દિવસે સપ્તાહથી નથી ત્રણ મહિના કરતાં વધુ સમયથી અહીંયા કાયમ પાણી સપ્લાયના સમયે આ જ પરિસ્થિતિ હોય છે. નગરપાલિકા તંત્ર આનું કોઇ સોલ્યુશન લાવી શક્યું નથી. આ રસ્તેથી દરરોજ અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થતા હોવાછતાં સમગ્ર સમસ્યા અંગે આંખ આડા કાન કરવામાં આવે છે. જાણે પાલિકા તંત્રને કઇ પડી નથી તે દેખાઈ આવે છે

Advertisement

Trending

Exit mobile version