Sihor
શુક્રવારે સિહોરમાં સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી થશે.
પવાર
સિહોર સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ દ્રારા તારીખ ૩/૨/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ લુહાર વાડી ખાતે વિશ્વકર્મા જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે .રૂમાલ જ્ઞાતિ ના દેવ અને સૃષ્ટિ ના સજન હાર શ્રી વિશ્વકર્મા પ્રભુના પ્રાગટય દિવસ વિશ્વકર્મા જયંતી નિમિત્તે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાયક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. સંતો,મહંતો અને મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ રહેશે.સવારે ૯ કલાક થી કાર્યક્રમની શુભ શરૂઆત થશે.
જેમા વિશ્વકર્મા દાદાનું પુજન સંતો મહંતો નું સ્વાગત સત્કાર અને સન્માન સમારંભ,સંતોના આશીર્વચન સભાનું આયોજન અને વિશ્વકર્મા દાદાના મહાપ્રસાદનું સમસ્ત જ્ઞાતિજનો માટે આયોજન થયું છૈ.વિશ્વક્રમા જયંતિ ઉજવણી અંતર્ગત તમામ જ્ઞાતિજનો માં એક અનેરો ઉત્સાહ અને જ્ઞાતિબંધુત્વની ભાવના જોવા મળી રહી છે.સંતો, મહંતો અને મહેમાનોની હાજરીમાં કાર્યક્રમ માં વિશેષ આકર્ષણ બની રહેશે.સિહોર શહેરમાં રહેતા અને કાર્ય કરતા તમામ જ્ઞાતિબંધુઓને સહ પરિવાર સાથે દાદાનો મહા પ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.